Shubhaman gill sister pics, શુભમન ગિલની બહેનને ટ્રોલ કરનારા સામે કડક પગલાં ભરાશે, મહિલા આયોગ એક્શનમાં - strict action will be taken against those trolling shubman gills sister

Shubhaman gill sister pics, શુભમન ગિલની બહેનને ટ્રોલ કરનારા સામે કડક પગલાં ભરાશે, મહિલા આયોગ એક્શનમાં – strict action will be taken against those trolling shubman gills sister


દિલ્હીઃ યુવા ઓપનર શુભમન ગિલ માત્ર ક્રિકેટમાં જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડિંગ છે. ગિલે IPL-2023માં પોતાના બેટથી ધૂમ મચાવી દીધી છે. તેણે સિઝનમાં સતત મેચોમાં સદી ફટકારી અનોખા રેકોર્ડ સ્થાપિત કર્યા છે. ત્યારપછી કેટલાક ટ્રોલર્સે તેની બહેન વિશે ખોટી કમેન્ટ કરી હતી. હવે દિલ્હી મહિલા આયોગ (DCW) આવા ટ્રોલર્સ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.

ગિલે સદી ફટકારી, ગુજરાતને જીત અપાવી
યુવા ઓપનર શુભમન ગિલની શાનદાર સદીની ઇનિંગને કારણે ગુજરાત ટાઇટન્સે IPL-2023ની છેલ્લી લીગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું હતું. છેલ્લી ઓવરમાં મળેલી આ હાર સાથે વર્તમાન સિઝનમાં આરસીબીની સફર પણ સમાપ્ત થઈ ગઈ છે. ગુજરાતની જીતનો ફાયદો મુંબઈ ઈન્ડિયન્સને મળ્યો જેણે પ્લેઓફની ટિકિટ મેળવી લીધી છે. આની સાથે ગુજરાત અગાઉથી જ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું હતું.

ગિલની બહેન પર નિશાન સાધ્યું
RCB પ્લેઓફની રેસમાંથી બહાર થતાં જ સોશિયલ મીડિયા પર લોકોએ શુભમન ગિલ અને તેની બહેનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આમાં પોતાને આરસીબી અને ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસક ગણાવનારા લોકો પણ સામેલ હતા. ગિલની બહેન શાહનીલ ગિલ વિશે સોશિયલ મીડિયા પર ખોટી ટિપ્પણીઓ કરવામાં આવી હતી. હવે દિલ્હી મહિલા આયોગ (DCW)ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આવા ટ્રોલર્સ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.

ટ્રોલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
સ્વાતિ માલીવાલે અનેક ટ્વિટના સ્ક્રીનશોટ શેર કર્યા છે. મહિલા આયોગના વડાએ એમ પણ કહ્યું કે ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કરનારાઓને જરા પણ બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું, ‘શુભમન ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કરવો ખૂબ જ શરમજનક છે. કારણ કે તેઓ જે ટીમને ફોલો કરી રહ્યા હતા તે હારી ગયા. અગાઉ અમે વિરાટ કોહલીની પુત્રી સાથે દુર્વ્યવહાર કરનારાઓ સામે કાર્યવાહી કરી હતી. દિલ્હી મહિલા આયોગ એ તમામ લોકો સામે કાર્યવાહી કરશે જેમણે ગિલની બહેન સાથે દુર્વ્યવહાર કર્યો છે. આ સહન કરવામાં આવશે નહીં.

ગિલ ઓરેન્જ કેપની રેસમાં અગ્રેસર
IPLની આ સિઝનમાં શુભમન ગિલ ઓરેન્જ કેપની રેસમાં યથાવત છે. ગિલે અત્યાર સુધી 14 મેચમાં 680 રન બનાવ્યા છે જેમાં 2 સદી અને 4 અડધી સદી સામેલ છે. તેની ઉપર આરસીબીનો કેપ્ટન ફાફ ડુપ્લેસી છે, પરંતુ તેની ટીમ પ્લેઓફમાં નથી. આવી સ્થિતિમાં ગિલ પાસે આગળ વધવાની મોટી તક છે. ડુપ્લેસીસે સિઝનમાં 8 અડધી સદીની મદદથી 730 રન બનાવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *