યુવા ખેલાડીઓ પોતાની ચમક બતાવવા આતુર
ટીમમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન જેવા વિકલ્પ છે. બન્નેને તક મળે ત્યારે કમાલ કરી બતાવે છે. ગિલનો બેટ સતત બોલતું રહે છે. ઈશાન કિશને પણ વનડેમાં ડબલ સેન્ચ્યુરી મારીને પોતાની જાતને સાબિત કરી બતાવી છે. આ સિવાય રૂતુરાજ ગાયકવાડ અને પૃથ્વી શો અને સંજૂ સેમસન પણ છે.
શિખરની પાવરપ્લેમાં ધીમી બેટિંગ
વનડે મેચમાં ઝડપથી બદલાવ થઈ રહ્યા છે, પરંતુ શિખર ધવન હજુ પણ જૂની સ્ટાઈલમાં જ શરુઆતમાં બેટિંગ કરે છે. પાવરપ્લેમાં તે ઝડપથી રન બનાવી શકતો નથી અને તેના કારણે તેના સાથી ખેલાડીઓ પર દબાણ સતત વધતું જાય છે.
પાછલી 10 વનડેમાં શિખર ધવનનું પ્રદર્શન
શિખર ધવને ભારત માટે પાછલી 10 વનડેમાં 18.60ની એવરેજ સાથે 186 રન બનાવ્યા છે. જેમાં એક ઈનિંગ્સમાં સૌથી વધુ રન 72 છે. તેનો સ્ટ્રાઈક રેટ લગભગ 70ની નજીક છે. બાંગ્લાદેશ સામેની સીરિઝની ત્રણ મેચમાં માત્ર 18 રન બનાવ્યા છે. ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રીકા સામે ઘરઆંગણે રમાયેલી સિરીઝમાં 3 મેચમાં માત્ર 25 રન બનાવ્યા હતા.
37ની ઉંમર કરી લીધી છે પાર
શિખર ધવન 37 વર્ષને વટી ગયો છે. ભલે તેની ફિટનેસની સમસ્યા ના હોય, પરંતુ એક યુવા ખેલાડીમાં જે જુસ્સો હોય તે શિખરમાં હવે ઝાંખો પડતો દેખાઈ રહ્યો છે. વારંવાર તક મળવા છતાં તે નબળો સાબિત થઈ રહ્યો છે. વર્લ્ડકપ આગામી વર્ષે છે જોકે, હજુ તેમાં એક વર્ષ બાકી છે એવામાં તેના પરફોર્મન્સના કારણે મુશ્કેલી વધી શકે છે.
હાલ સન્માન સાથે મળશે વિદાય
ભારતીય ક્રિકેટમાં કેટલાક ખેલાડીઓને સન્માન સાથે વિદાય મળી છે. ખેલાડીઓ ડ્રોપ થયા બાદ જ સન્યાસ લેતા હોય છે. ધવનનું કરિયર શાનદાર રહ્યું છે. તે 2013ની ચેમ્પ્યિન્સ ટ્રોફીમાં ભારતની જીતનો હીરો રહ્યો હતો. આવામાં જો તે હાલ સન્યાસ લે છે તો તેને સન્માન સાથે વિદાય મળશે.