Shikhar Dhawan,શિખર ધવનને તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર છેઃ એશિયા કપ પહેલા રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન - people do not give shikhar dhawan the credit he deserves says former indian coach ravi shastri

Shikhar Dhawan,શિખર ધવનને તે સન્માન નથી મળ્યું જેનો તે હકદાર છેઃ એશિયા કપ પહેલા રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન – people do not give shikhar dhawan the credit he deserves says former indian coach ravi shastri


એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી ચાલી રહી છે. વન-ડે વર્લ્ડ કપ પહેલા એશિયા કપ એક મોટી ટુર્નામેન્ટ છે અને ટીમ ઈન્ડિયા હજુ સુધી સ્થિર ટીમ તૈયાર કરી શકી નથી. પ્લેઈંગ ઈલેવન હોય કે કોમ્બિનેશન, ભારતીય ટીમ દરેક સ્તરે સંઘર્ષ કરી રહી છે. સુકાની રોહિત શર્મા સાથે કોણ ઓપનિંગ કરશે તે સૌથી મોટો સવાલ છે. ઈશાન કિશન અને શુભમન ગિલ આ રોલ માટે પ્રબળ દાવેદાર છે.

આ દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ આગામી એશિયા કપ 2023 અને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે. રવિ શાસ્ત્રીએ સ્પષ્ટ કહ્યું કે શિખર ધવનને તે સન્માન નથી મળતું જે તે કદાચ હકદાર છે. તેમણે કહ્યું હતું કે, લોકોએ ક્યારેય શિખર ધવનને એટલી ક્રેડિટ નથી આપી, જે તેને મળવી જોઈતી હતી. તે અદ્ભુત ખેલાડી છે.

વન-ડે વર્લ્ડ કપ 2019 વિશે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું હતું કે, જ્યારે અમે વર્ષ 2019માં વર્લ્ડ કપની સેમીફાઈનલ હારી ગયા ત્યારે ટીમે તેને ખૂબ જ મિસ કર્યો હતો. નોંધનીય છે કે તે વર્લ્ડ કપમાં, ધવન પ્રારંભિક તબક્કા પછી ઈજાગ્રસ્ત થયો હતો અને તેને બહાર થવું પડ્યું હતું. શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે ટોપ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન રાખવાથી તમને મદદ મળે છે. જ્યારે બોલ સ્વિંગ થાય છે, ત્યારે તે જમણા હાથના બેટ્સમેન માટે અંદર આવે છે પરંતુ ડાબા હાથના બેટ્સમેન માટે બહાર જાય છે. આવી સ્થિતિમાં ડાબા હાથના બેટ્સમેન માટે રન નોંધાવવાનું સરળ રહે છે.

બીસીસીઆઈએ ગયા મહિને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી આગામી હેંગઝોઉ એશિયન ગેમ્સ માટે ટીમની જાહેરાત કરી હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ ટુર્નામેન્ટ માટે શિખર ધવનને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળશે, પરંતુ એવું થયું નહીં. ઋતુરાજ ગાયકવાડને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે ધવનનો ટીમમાં સમાવેશ પણ કરવામાં આવ્યો નથી. આ જોઈને શિખર ધવન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તેણે એક નિવેદનમાં પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *