Shan Masood Wedding

Shan Masood Wife: પાકિસ્તાની ક્રિકેટર શાન મસૂદ કરવા જઈ રહ્યો છે લગ્ન, વિડીયો અને કાર્ડ સામે આવ્યા – pakistan cricketer shan masood wife misha khan wedding date and card


Shan Masood Wife and Wedding: પાકિસ્તાન ક્રિકેટ ટીમના બેટ્સમેન શાન મસૂદે પેશાવરની મિશા ખાન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. શાન મસૂદના લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. લગ્ન પહેલા શાન અને તેની વહુ મીશા ખાન વચ્ચે રિંગ સેરેમનીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ વીડિયોમાં શાન અને મીશા પરિવારના અન્ય સભ્યો સાથે ખુશીથી વીંટી એક બીજાને પહેરાવતા જોવા મળે છે.

શાન મસૂદ કરવા જઈ રહ્યો છે લગ્ન

દુલ્હન તેની બેસ્ટ ફ્રેન્ડ
આ અવસર પર શાન અને મીશા એકબીજાને વીંટી પહેરાવીને ખૂબ જ ખુશ દેખાતા હતા. 33 વર્ષના શાનના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. તેમના લગ્નમાં ક્રિકેટરો સહિત અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા મીડિયા સાથેની ખાસ વાતચીતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન શાન મસૂદે કહ્યું હતું કે તે પોતાની પસંદની દુલ્હન સાથે તેઓ લગ્ન કરી રહ્યો છે. દુલ્હન તેની બેસ્ટ ફ્રેન્ડ રહી છે અને હવે તે તેની પત્ની બનવા જઈ રહી છે. તેમના જીવનસાથી તેમને પ્રથમ વખત લાહોરમાં મળ્યા હતા.


શાન મસૂદ જાણીતા બેંકર મન્સૂર મસૂદ ખાનનો પુત્ર છે.
શાન મસૂદે તેની દુલ્હન વિશે જણાવ્યું કે તે પેશાવરની છે અને તેની સાથે તેની જૂની મિત્રતા છે જે હવે સારા સંબંધમાં બદલાઈ રહી છે. તેઓ ખૂબ જ ખુશ છે કે તેમને શ્રેષ્ઠ જીવન સાથી મળી રહ્યા છે. તે તેને એક સારો માનવી તેમજ વધુ સારો ક્રિકેટર બનાવશે. શાન કહે છે કે જ્યારથી તે મારા જીવનમાં આવી છે ત્યારથી મારું બિહેવિયર અને સ્વભાવ ઘણો બદલાઈ ગયો છે. નોંધનીય છે કે શાન મસૂદ જાણીતા બેંકર મન્સૂર મસૂદ ખાનનો પુત્ર છે. તેના કાકા વકાર મસૂદ ખાન પાકિસ્તાન સરકારમાં નાણાં સચિવ રહી ચૂક્યા છે. જયારે શાન મસૂદ 3 ભાઈ-બહેનોમાં બીજા ક્રમે છે.

Read Latest Cricket News And Gujarat News



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *