shakib al hasan, ભારત T20 વર્લ્ડ કપ જીતવા આવ્યું છે, અમે તેમને હરાવીશુંઃ શાકિબની રોહિત સેનાને ચેતવણી - india here to win t20 world cup we are not says bangladesh captain shakib al hasan

shakib al hasan, ભારત T20 વર્લ્ડ કપ જીતવા આવ્યું છે, અમે તેમને હરાવીશુંઃ શાકિબની રોહિત સેનાને ચેતવણી – india here to win t20 world cup we are not says bangladesh captain shakib al hasan


બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના સુકાની શાકિબ અલ હસને ભારતીય ટીમને ટી20 વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર ગણાવી છે અને કહ્યું છે કે રોહિત શર્માની ટીમન હરાવવી અપસેટ જેવું હશે. ભારતીય ટીમે વર્લ્ડ કપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાન અને બીજી મેચમાં નેધરલેન્ડ્સને પરાજય આપ્યો હતો. જોકે, રવિવારે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી મેચમાં ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત હવે બુધવારે બાંગ્લાદેશ સામે વિજય નોંધાવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.

બીજી તરફ બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામે ત્રણ રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો. જેના કારણે ટીમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે, ટી20માં બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતનું પલડું ભારે રહ્યું છે. બંને ટીમ વચ્ચે રમાયેલી 11 ટી20 મેચમાં ભારતનો 10 મેચમાં વિજય થયો છે. જ્યારે બાંગ્લાદેશે એક મેચ જીતી છે. આ મુકાબલા પહેલા બાંગ્લાદેશી સુકાની શાકિબ અલ હસને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ જીતવા આવી છે પરંતુ બાંગ્લાદેશ રોહિત શર્માની ટીમને હરાવીને અપસેટ સર્જવા ઈચ્છે છે.

શાકિબે જણાવ્યું હતું કે, ભારત પ્રબળ દાવેદાર ટીમ છે. તે અહીં ટાઈટલ જીતવા આવી છે. અમે દાવેદાર નથી અને અમે વર્લ્ડ કપ જીતવા માટે આવ્યા નથી. તેથી તમે પરિસ્થિતિ સમજી શકો છો અને અમે તે વાતને જાણીએ છીએ. જો અમે ભારતને હરાવીશું તો આ એક અપસેટ હશે. અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું અને અપસેજ સર્જવાનો પ્રયાસ કરીશું.

નોંધનીય છે કે ભારતીય ટીમે ટી20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. આ મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો અને છેલ્લા બોલે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. જ્યારે બીજા મુકાબલામાં નેધરલેન્ડ્સ વિરુદ્ધ મોટા અંતરથી વિજય નોંધાવ્યો હતો. જોકે, સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મુકાબલામાં ભારતીય બોલર્સે વળતો પ્રહાર કર્યો હતો પરંતુ અંતિમ ઓવરમાં ટીમ હારી ગઈ હતી. હવે ભારતે બાંગ્લાદેશ સામે વિજય નોંધાવવો પડશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *