આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2023ની ટ્રોફી સમગ્ર ભારતમાં પ્રવાસ કરી રહી છે. હાલમાં જ ક્રિકેટના મહાકુંભ ગણાતા વર્લ્ડ કપની આ ટ્રોફી કોલકાતા થઈને લખનૌ પહોંચી હતી. બીજી તરફ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (આઈસીસી) તેના ટ્વિટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તેમાં બોલીવુડનો સુપર સ્ટાર શાહરૂ ખાન તે ટ્રોફીને નીહાળી રહ્યો છે. ફિલ્મ ‘જવાન’ના પ્રમોશનમાં લાગેલા શાહરૂખની આ તસવીર આવતાની સાથે જ સોશિયલ મીડિયા ક્રેઝી થઈ ગયું હતું. આ તસ્વીર જોઈને શાહરૂખ ખાનના ચાહકોની ખુશીઓનો પાર રહ્યો નથી.થોડી જ વારમાં બોલીવુડ બાદશાહ શાહરૂખના કરોડો ચાહકોએ આ તસ્વીર વાયરલ કરી દીધી હતી. આ તસ્વીરને લાખો લાઈક્સ અને રિટ્વીટ થઈ હતી. આ તસ્વીરના કારણે એવી પણ અટકળો શરૂ થઈ છે કે શાહરૂખ ખાન આઈસીસી વર્લ્ડ કપ 2023નો બ્રાન્ડ એમ્બેસેડર હશે. જોકે, ક્રિકેટનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા આઈસીસી તરફથી હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ICCએ વર્લ્ડ કપ ટ્રોફી નીહાળી રહેલા શાહરૂ ખાનની તસ્વીર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. કિંગ ખાન અને બાદશાહ તરીકે જાણીતા શાહરૂખ ખાનની ગણતરી બોલિવૂડના સૌથી મોટા સ્ટાર્સમાં થાય છે.
વન-ડે વર્લ્ડ કપ 2023 ભારતની યજમાનીમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. આ દરમિયાન 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની સૌથી હાઈવોલ્ટેજ મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન આમને-સામને થશે. ભારતીય ટીમ આ પહેલા એશિયા કપ રમશે, જ્યાં તેની અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમવાની આશા છે. માનવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાશે.

ઉલ્લેખનીય છે કે શાહરૂખ ખાનને ક્રિકેટનો મોટો ચાહક માનવામાં આવે છે. શાહરૂખ આઈપીએલની ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સનો સહ-માલિક પણ છે. આઈપીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આ સિવાય શાહરૂખ ખાને કેરેબિયન પ્રીમિયર લીગ, અમેરિકામાં શરૂ થયેલી મેજર લીગ ક્રિકેટ અને યુએઈમાં IL T20 લીગમાં પણ ફ્રેન્ચાઈઝી ખરીદી છે. શાહરૂખ ખાન હાલમાં ફિલ્મ જવાનને લઈને ખૂબ જ એક્ટિવ છે.