Shahid Afridi: ભારતમાં જાઓ અને તેમને હરાવીને આવો.... વર્લ્ડ કપ માટે શાહીદ આફ્રિદીએ ફેંક્યો પડકાર - pakistan former captain shahid afridi challenges india over world cup 2023

Shahid Afridi: ભારતમાં જાઓ અને તેમને હરાવીને આવો…. વર્લ્ડ કપ માટે શાહીદ આફ્રિદીએ ફેંક્યો પડકાર – pakistan former captain shahid afridi challenges india over world cup 2023


નવી દિલ્હીઃ ભારતમાં આઈસીસી વનડે વર્લ્ડ કપ 2023નું આયોજન થવાનું છે. 5 ઓક્ટોબરથી શરૂ થતી આ મેગા ઇવેન્ટનો પ્રારંભ થશે. જોકે, પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તે વાતની અત્યાર સુધી કોઈ પુષ્ટિ નથી થઈ. પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને લાગે છે કે, પાકિસ્તાનને વર્લ્ડ કપ રમવા માટે ભારત જવું જોઈએ, પરંતુ સાથે જ તેણે એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું છે, જેના કારણે હવે તે ચર્ચામાં આવી ગયો છે.ભારતમાં અમારી ઉપર હુમલો થયો હતોઃ આફ્રિદી
છેલ્લા એક દાયકાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ દ્વિપક્ષીય સિરીઝ નથી રમાઈ. તેનું સાચું કારણ એ છે કે, બંને દેશો વચ્ચેના સંબંધો છે. તેવામાં હવે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારત પ્રવાસને યાદ કર્યો હતો. તેણે 2005ના પ્રવાસને યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ બેંગ્લોર ટેસ્ટ જીતીને નીકળ્યા હતા. ત્યારે તેમની પર હુમલો થયો હતો.
પાકિસ્તાને ભારત રમવા જવું જ જોઈએઃ આફ્રિદી
શાહીદ આફ્રિદીએ જણાવ્યું હતું કે, ભારતમાં અમારી ઉપર ઘણું દબાણ હતું. જ્યારે અમે ચોગ્ગા-છગ્ગા મારતા હતા ત્યારે અમારા માટે કોઈ તાળીઓ પણ નહતું પાડતું. એટલું જ નહીં, અમે જ્યારે બેંગ્લોર ટેસ્ટ જીત્યા હતા તો અમારી ટીમની બસ પર પથ્થરમારો થયો હતો. આફ્રિદીએ વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાને વર્લ્ડ કપ રમવા ભારત જરૂર જવું જોઈએ. આપણે ત્યાં જવું જોઈએ અને જીતીને આવવું જોઈએ.

શાહિદ આફ્રિદી કેપ્ટન્સીમાં ભારત વર્લ્ડકપ રમવા આવી હતી પાકિસ્તાનની ટીમ
ભારતમાં વર્ષ 2011નો વર્લ્ડ કપ રમાયો હતો. તે વખતે શાહિદ આફ્રિદીની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવી હતી. પાકિસ્તાનનું પ્રદર્શન તે વર્લ્ડકપમાં સારું રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તે વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને સેમિફાઈનલમાં હરાવ્યું હતું. ત્યારબાદ પાકિસ્તાન ટૂર્નામેન્ટથી બહાર થઈ ગઈ હતી. જોકે, હવે જોવાનું એ રહ્યું કે, પાકિસ્તાન આ વર્ષે વર્લ્ડ કપ રમવા ભારત આવશે કે નહીં.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *