sehwag son aaryavir, તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે વિરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર, કઈ ટીમમાં થઈ પસંદગી? - virender sehwag son aaryavir was named in delhi u 16 probables for the vijay merchant trophy 2022 23

sehwag son aaryavir, તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે વિરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર, કઈ ટીમમાં થઈ પસંદગી? – virender sehwag son aaryavir was named in delhi u 16 probables for the vijay merchant trophy 2022 23


Edited by Nilay Bhavsar | Navbharat Times | Updated: 6 Dec 2022, 10:12 pm

વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની દિલ્હી ક્રિકેટની અંડર 16 ટીમમાં પસંદગી થઈ છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની ઉંમર હજુ 15 વર્ષ છે અને તે પહેલી વખત કોઈ મોટાસ્તરની ટીમમાં સામેલ થયો છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આર્યવીરને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી.

 

તોફાની બેટિંગ કરવા માટે તૈયાર છે વિરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર

હાઈલાઈટ્સ:

  • આર્યવીરને જોતા જ તેનામાં પિતા વીરેન્દ્ર સેહવાગની ઝલક સ્પષ્ટ દેખાય છે.
  • જણાવી દઈએ કે આર્યવીર જમણા હાથે રમતો બેટ્સમેન છે.
  • આર્યવીરે હવે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં દિલ્હીની ટીમમાં સમાવેશ કરીને વ્યાવસાયિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે.
નવી દિલ્હી: ક્રિકેટના મેદાનમાં પોતાની તોફાની બેટિંગથી જાણીતા વિરેન્દ્ર સેહવાગનો દીકરો આર્યવીર (Virender Sehwag’s Son Aaryavir) હવે મેદાનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની દિલ્હી ક્રિકેટની અંડર 16 ટીમમાં પસંદગી થઈ છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરની ઉંમર હજુ 15 વર્ષ છે અને તે પહેલી વખત કોઈ મોટાસ્તરની ટીમમાં સામેલ થયો છે. વિરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીરને વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હી ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે આર્યવીરને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળી નથી. આર્યવીર પણ તેના પિતાની જેમ વિસ્ફોટક બેટિંગ કરે છે. આવી સ્થિતિમાં ચાહકોને ફરી એકવાર મેદાન પર તેમના ફેવરિટ વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી શકે છે.

આર્યવીર સોશિયલ મીડિયા પર પણ ઘણો એક્ટિવ છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ઘણા પ્રેક્ટિસ વીડિયો પોસ્ટ કર્યા છે જેમાં તે બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે તેના પિતાની જેમ જ બોલને હિટ કરી રહ્યો છે. આર્યવીરને જોતા જ તેનામાં પિતા વીરેન્દ્ર સેહવાગની ઝલક સ્પષ્ટ દેખાય છે. જણાવી દઈએ કે આર્યવીર જમણા હાથે રમતો બેટ્સમેન છે. આર્યવીરે હવે વિજય મર્ચન્ટ ટ્રોફીમાં દિલ્હીની ટીમમાં સમાવેશ કરીને વ્યાવસાયિક ક્રિકેટમાં પ્રવેશ કર્યો છે.

વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમ-

અર્ણવ બગ્ગા (કેપ્ટન), સાર્થક રે, પ્રણવ, સચિન, અનિન્દો, શ્રેય સેઠી (વિકેટકીપર), પ્રિયાંશુ, લક્ષ્મણ, ઉદ્ધવ મોહન, ધ્રુવ, કિરીટ કૌશિક, નૈતિક માથુર, શાંતનુ યાદવ, મોહક કુમાર, આર્યવીર સેહવાગ.

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અર્જુન તેંડુલકરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો

નોંધનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે અર્જુન તેંડુલકરને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જોકે, આશ્ચર્યજનક રીતે તેને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી. મુંબઈનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું હતું અને મોટાભાગના ખેલાડીઓને ઓછામાં ઓછી એક મેચ રમવા મળી હતી પરંતુ અર્જુનને અંતિમ ઈલેવનમાં સામેલ કરાયો ન હતો. આ વર્ષે તે રણજી ટ્રોફી (Ranji Trophy) ટીમનો ભાગ રહ્યો હતો પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. સચિન તેંડુલકરે અર્જુનના મુંબઈથી ગોવા માટે રમવા પાછળનું કારણ જણાવ્યું હતું. સચિને કહ્યું હતું કે, અર્જુનની કારકિર્દીના આ તબક્કે તેને મેદાન પર વધારેમાં વધારે સમય પસાર કરવા મળે તે મહત્વનું છે. અમારું માનવું છે કે ગોવા માટે રમતા અર્જુનને વધારેમાં વધારે સ્પર્ધાત્મક મેચ રમવાની તક મળશે. તે પોતાની ક્રિકેટ કારકિર્દીના નવા તબક્કામાં છે.

Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *