IPL: અંતિમ ઓવરમાં સેમ કરને બાજી સંભાળી, રાજસ્થાન સામે પંજાબનો દિલધડક વિજય
જયસ્વાલે સેમના પહેલા જ બોલમાં ફટકારી સિક્સર
બેટિંગમાં ધૂમ મચાવ્યા બાદ પંજાબ કિંગ્સની ટીમ બોલિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પંજાબ માટે પહેલી ઓવર સેમ કરને (Sam Curran) નાખી હતી. તો રાજસ્થાન રોયલ્સે ઓપનિંગ બેટિંગમાં પોતાની રણનીતિને બદલતા યશસ્વી જયસ્વાલની સાથે આર અશ્વિનને મોકલ્યા હતા. જો કે, પહેલા જ બોલ પર સ્ટ્રાઈક જયસ્વાલે લીધી હતી. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રકમમાં ખરીદાયેલા સેમ કરને જેવો પહેલો બોલ નાખ્યો કે યશસ્વી જયસ્વાલે ચાબૂક શોટ ફટકારતાં તેને સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. જયસ્વાલનો આ શોટ જોઈને સ્પષ્ટ કહી શકાતું હતું કે, તેણે સેન કરનને માત્ર છગ્ગો જ નહીં પરંતુ એક તમાચો માર્યો છે. જો કે, આ બાદ જયસ્વાલ પોતાની ઈનિંગને આગળ વધારી શક્યો નહોતો અને 11 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
શુભમન ગિલે હાંસલ કરી કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ, ટોપ-10માં ત્રણ ભારતીયના નામ
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે સેમ કરન
ઈંગ્લેન્ડનો ઉભરતો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી છે. આઈપીએલ 2023 માચે હરાજી વખતે સેમને પંજાબ કિંગ્સની ટીમે 18.5 કરોડની બોલી લગાવી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સેમ એ વર્ષ 2019માં જ પંજાબ માટે પોતાની આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષે તેણે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર હેટ્રિક લગાવી સનસની મચાવી દીધી હતી. ત્યારબાદ તેને રિલીઝ કરવામાં આવ્યો હતો અને પંજાબમાંથી નીકળ્યા બાદ ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. સીએસકે માટે પણ તેણે સારું પર્ફોર્મન્સ આપ્યું હતું . જો કે, મિની ઓક્શન પહેલા ધોનીની કેપ્ટનશિપવાળી ટીમે તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે હરાજી થઈ તો સીએસકેનો પ્રયાસ હતો કે તેઓ સેમને ફરીથી તેમની ટીમમાં લાવે પરંતુ પંજાબ કિંગ્સ સામે ઓક્શમાં ટકી શક્યા નહીં
Read latest Cricket News and Gujarati News