saeed ajmal, ભૂતપૂર્વ પાકિસ્તાની સ્પિનર અજમલનો સનસનાટીભર્યો દાવો, સચિન તેંડુલકરને લઈને કહી મોટી વાત - saeed ajmals wild claim on sachin tendulkars lbw in 2011 world cup semifinal

saeed ajmal, ભૂતપૂર્વ પાકિસ્તાની સ્પિનર અજમલનો સનસનાટીભર્યો દાવો, સચિન તેંડુલકરને લઈને કહી મોટી વાત – saeed ajmals wild claim on sachin tendulkars lbw in 2011 world cup semifinal


પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર સઈદ અજમલે 2011ના વર્લ્ડ કપમાં ભારત સામેની સેમીફાઈનલ મેચમાં સચિન તેંડુલકર વિરુદ્ધના વિવાદાસ્પદ નિર્ણયને લઈને મોટો ખુલાસો કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ મોહલીમાં રમાઈ હતી. જ્યારે આ ઘટના ત્યારે સચિન તેંડુલકર 23 રને રમી રહ્યો હતો. ત્યારે સઈદ અજમલનો એક બોલ સચિન તેંડુલકરના પેડ પર વાગ્યો જ્યારે તે સ્ટમ્પની બરાબર સામે હતો. આ સાથે જ અજમલ સહિત પાકિસ્તાની ટીમે આઉટ માટેની જોરદાર અપીલ હતી.

અમ્પાયર ઈયાન ગોલ્ડે તરત જ આંગળી ઊંચી કરીને સચિનને આઉટ જાહેર કર્યો હતો. જોકે, સચિન તેંડુલકરે રિવ્યુ લીધો હતો. વિડીયો રિપ્લેમાં ત્યારે સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બોલ લેગ સ્ટમ્પની બહાર હતો. આમ થર્ડ અમ્પાયર દ્વારા સચિન તેંડુલકરને નોટઆઉટ જાહેર કર્યો હતો અને તેણે પોતાની ઈનિંગ્સ આગળ ધપાવી હતી. હવે આ ઘટનાના 12 વર્ષ બાદ સઈદ અજમલે આઘાતજનક દાવો કરીને હલચલ મચાવી દીધી છે. તેણે કહ્યું છે કે આ રિપ્લેની છેલ્લી બે ફ્રેમ કાપી નાખવામાં આવી હતી જેથી સચિન તેંડુલકરને બચાવી શકાય.

સઈદ અજમલે પાકિસ્તાનમાં પોડકાસ્ટ વાતચીતમાં કહ્યું હતું કે, હું ભારતમાં યોજાયેલ 2011 વર્લ્ડ કપમાં રમ્યો હતો. જો તમને તે વિકેટ યાદ છે તો હું કહીશ કે અમ્પાયર અને હું હજુ પણ કહું છું કે સચિન તેંડુલકર આઉટ હતો. તે વિડીયોની છેલ્લી બે ફ્રેમ કાપવામાં આવી હતી, જેના કારણે બોલ લેગ સ્ટમ્પ ચૂકી ગયો હતો. જો આ બંને ફ્રેમ બતાવવામાં આવી હોત તો બોલ સીધો જ મિડલ સ્ટમ્પ પર અથડાયો હોત અને સચિન તેંડુલકરને આઉટ જાહેર કરવામાં આવ્યો હોત.

સચિનને નોટઆઉટ જાહેર કરવાના નિર્ણય બાદ શું થયુ હતું
સચિન તેંડુલકરે રિવ્યુ લીધો હતો અને તેમાં તે નોટઆઉટ જાહેર થયો હતો. બાદમાં સચિન તેંડુલકરે 115 બોલમાં 85 રન નોંધાવ્યા હતા. જ્યારે તેને જીવતદાન મળ્યું ત્યારે તે 23 રને રમી રહ્યો હતો. ભારતની જીતમાં તેની ઈનિંગ્સ ઘણી મહત્વની હતી. ભારતે સારો સ્કોર કર્યો અને પાકિસ્તાનને 29 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 260 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 231 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ વર્લ્ડ કપ વર્ષ 2011 અજમલની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ વર્ષ હતું. તે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. આ વર્ષે અજમલે 8 મેચમાં 50 વિકેટ લીધી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *