ધર્મશાળામાં રમાયેલી પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં રાજસ્થાન રોયલનો 4 વિકેટે વિજય થયો છે. આ મેચમાં હાર મળ્યા બાદ પંજાબ કિંગ્સ IPLની ટૂર્નામેન્ટમાંથી બાહર નીકળી ગઈ છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબે 5 વિકેટે 187 રન ફટકાર્યા હતા. જ્યારે રાજસ્થાન રોયલ્સે આ સ્કોર 19.4 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.