ભારત સામે આ પાકિસ્તાની બોલરની થતી હતી જોરદાર ધોલાઈ, હવે વિવાદાસ્પદ નિવેદનના કારણે આવ્યો ચર્ચામાં
રોહિત શર્માની પોસ્ટ પર પત્ની રિતિકાની કોમેન્ટ
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા આમ તો સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતો નથી. પરંતુ થોડા-થોડા દિવસે કંઈકનું કંઈક ફેન્સ સાથે શેર કરતો રહે છે, જેમાંથી કેટલીક પોસ્ટ તો ફની હોય છે. તેવામાં પહેલી ટેસ્ટ મેચ જીત્યા બાદ તેણે એક તસવીર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી. આ તસવીરમાં તે પિંક શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હશે તેમ લાગતું હતું. આ સાથે કેપ્શનમાં તેણે લખ્યું હતું ‘અનારકલી કા ફોન થા, આઈસક્રીમ ખાના બહોત જરૂરી હૈ’. આ તસવીર પર કોમેન્ટ કરી પત્ની રિતિકાએ મજા લીધી હતી. તેણે લખ્યું હતું ‘તું મારી સાથે વાત કરી રહ્યો હતો અને પૂછી રહ્યો હતો કે કોફી મશીન ઠીક છે કે નહીં’. ફેન્સે પણ આ પોસ્ટ પર મજેદાર કોમેન્ટ કરી હતી. એક ફેને લખ્યું હતું ‘અનારકલી માટે વર્લ્ડકપ પણ જીતીને લાવજે’, એક ફેને કોમેન્ટ કરી હતી ‘એટિટ્યૂડ તો એવી રીતે દેખાડી રહ્યો છે જાણે ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે રન, એવરેજ, સદી, સિક્સ અને ફોર મારી હોય’, અન્ય એકે લખ્યું હતું ‘ઈસ્ટ ઔર વેસ્ટ હિટમેન ઈઝ ધ બેસ્ટ’.
ભારતમાં જાઓ અને તેમને હરાવીને આવો…. વર્લ્ડ કપ માટે શાહીદ અફરિદીએ ફેંક્યો પડકાર
રોહિત શર્માએ ફટકારી સદી
જણાવી દઈએ કે, વેસ્ટ ઈન્ડિઝ સામે રોહિત શર્માએ પહેલી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. તેણે 221 બોલમાં 103 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં રોહિત શર્માએ 10 ચોગ્ગા અને 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.
પહેલી ટેસ્ટ મેચમાં ભારતની જીત
પહેલી ટેસ્ટ મેચમાં ટોસ જીત્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે પૂરી રીતે ફ્લોપ ગયો હતો. યજમાન ટીમ પહેલી ઈનિંગમાં માત્ર 150 રનના સ્કોર સાથે સમેટાઈ ગઈ હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન રોહિત શર્માની શતકીય ઈનિંગની મદદથી 421 રન બનાવ્યા હતા. આ રીતે ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં 271 રનથી આગળ હતી પરંતુ વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજી ઈનિંગમાં 130 રન જ બનાવી શકી હતી. આમ ટીમ ઈન્ડિયાએ પહેલી ટેસ્ટ મેચને ઈનિંગ અને 114 રનથી પોતાના નામે કરી લીધી હતી.
Read latest Cricket News and Gujarati News