T20 World Cup: બુમરાહ બહાર થતાં હવે પ્લાન B પર કામ કરશે ટીમ ઈન્ડિયા, બનાવી નવી રણનીતિ
શરમજનક હાલ પર રોહિત શર્માએ શું કહ્યું?
રોહિત શર્માએ ઉમેર્યું હતું કે ‘ચિંતાનો વિષય છે, અમારે અમારી બોલિંગ પર ધ્યાન આપવું પડશે કે, પાવરપ્લે, ઓવરોની વચ્ચે અને ડેથ ઓવરમાં અમને શું વિકલ્પ મળી શકે છે. અમે વિશ્વ સ્તરની બે ટીમ સામે રમી રહ્યા હતા. અમારે બેસીને વિચારવું પડશે કે, અમે શું સારું કરી શકીએ છીએ. તે પડકારરૂપ હશે અને આ દિશામાં કામ કરતાં જવાબ શોધવાની જરૂર છે’. રોહિતે કહ્યું હતું કે, ખેલાડીઓને શું મેળવવાનું છે તેને લઈને વધુ સ્પષ્ટતા કરવાની જરૂર છે. તેઓ શું મેળવવા માગે છે અને તે ખાતરી કરવાનું કામ તેનું છે. તેઓ તેમ કરવાનું યથાવત્ રાખવા માગે છે.
India vs South Africa: સાઉથ આફ્રિકા 49 રને જીત્યું, ત્રીજી T20માં ભારતીય ટીમ ઓલઆઉટ
‘આ પ્રકારની જીતથી વધશે અમારો આત્મવિશ્વાસ’
ટીમ ઈન્ડિયા સામે સીરિઝની પહેલી બે મેચ ગુમાવનારા સાઉથ આફ્રિકાના કેપ્ટન તેમ્બા બાવુમાએ સ્વીકાર્યું હતું કે, આ પ્રકારની જીતથી ટીમનો આત્મવિશ્વાસ વધશે. તેણે કહ્યું હતું કે ‘આ રીતે જીતવું તે અમારા આત્મવિશ્વાસ માટે મહત્વપૂર્ણ છે. આ ટક્કરમાં ઘણું સકારાત્મક રહ્યા. જો પાછળ વળીને જોઈએ તો પહેલી મેચમાં અમારી બેટિંગ ખાસ નહોતી. અમે પરિસ્થિતિ સાથે સુમેળ રાખી શક્યા નહીં. બીજી મેચમાં અમારી પાસે તેવી યોજનાઓ હતી, જેના પર અમે અમલ કર્યું નહીં. છેલ્લી મેચમાં યોજનાઓ અને અમે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેને લઈને સ્પષ્ટ હતા’.
Read Latest Cricket News And Gujarati News