હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
હાર બાદ નારાજ થયો રોહિત શર્મા
IPL બ્રોડકાસ્ટર સાથે વાતચીત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘આ ઘણું નિરાશાજનક છે. છેલ્લી કેટલીક ઓવરોથી પહેલા સુધી મેચ પર અમારી પકડ હતી. ત્યારબાદ અમે ઘણા રન ખર્ચી નાખ્યા હતા. આ યોગ્ય બોલિંગ ન કરવા વિશે છે. તમે કયા બેટ્સમેનને બોલ નાખી રહ્યા છો તે જોવાની જરૂર પડે છે પરંતુ અમે તેમા નિષ્ફળ રહ્યા’. ટોસ જીતી પહેલા બોલિંગ કરવાના નિર્ણય પર પોતાનો બચાવ કરતાં તેણે ઉમેર્યું હતું કે ‘દરેક ટીમની તાકાત અલગ હોય છે. અમારી બેટિંગ સારી છે અને તેથી અમે તે લક્ષ્યનો પીછો કરવા માટે મહેનત કરી રહ્યા હતા. જો કે, શરૂઆતમાં અમારે બેટિંગમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો’.
પહેલા કાઢી આંખો અને બાદમાં ખીજાયો, ધોનીનું આવું રૌદ્ર સ્વરૂપ પહેલા ક્યારેય નહીં જોયું હોય
પિયુષ ચાવલા પર ભડક્યો રોહિત શર્મા
ભારતીય ટીમ માટે કેપ્ટનશિપ કરતી વખતે રોહિત શર્માને ઘણીવાર ગુસ્સે થતો જોવા મળ્યો છે. આઈપીએલમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. મંગળવારે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના અનુભવી સ્પિનર પિયુષ ચાવલાથી ભૂલ થઈ હતી. 17મી ઓવરના ત્રીજા બોલમાં રેલી મેરેડિથે યોર્કર ફેંકી હતી. બેટ્સમેન અભિનવ મનોહરે કોઈ રીતે બોલ માર્યો હતો. બોલ શોર્ટ શર્ડ મેન પર ફીલ્ડિંગ કરી રહેલા પિયુષ પાસે ગયો હતો. તે બોલ રોકી શકતો હતો પરંતુ તેમ થયું નહીં અને બોલ બાાઉન્ડ્રી લાઈન બહાર જતો રહેતા ચોગ્ગો થયો હતો. પિયુષની ખરાબ ફીલ્ડિંગથી રોહિત નારાજ થયો હતો અને ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તે તેના તરફ જોઈને બૂમો પાડવા લાગ્યો હતો. પિયુષ પણ હતાશ થયો હતો અને પ્રતિક્રિયા આપતા આકાશ તરફ જોવા લાગ્યો હતો.
IPL 2023: ગુજરાત ટાઈટન્સને મુંબઈ ઈન્ડિયન્સે 55 રને કચડ્યું, પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે પહોંચ્યું
GT vs MIની મેચમાં બન્યા કેટલાક રેકોર્ડ્સ
– ગુજરાત ટાઈટન્સે 6 વિકેટ પર 207 રન બનાવ્યા હતા. આ તેનો આઈપીએલમાં અત્યારસુધીમાં સૌથી મોટો સ્કોર હતો. આ વર્ષે તેણે કેકેઆર સામે 204 રન બનાવ્યા હતા.
– મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં છેલ્લે પંજાબે 214 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં પહેલીવાર તેવું બન્યું હતું, જ્યારે મુંબઈ વિરુદ્ધ સતત બે મેચમાં 200થી વધારે રન બન્યા હોય
– આઈપીએલમાં ગુજરાતે પહેલીવાર મુંબઈને હરાવ્યું હતું. ગત સીઝનમાં બંને ટીમ વચ્ચે થયેલી એકમાત્ર ટક્કરમાં મુંબઈને પાંચ રનથી જીત મળી હતી.
– મહોમ્મદ શમી માટે આ 100મી આઈપીએલ મેચ હતી. 2013માં તે કેકેઆર માટે પહેલી મેચ રમ્યો હતો.
– મુંબઈ ઈન્ડિયન્સના ટિમ ડેવિડે ટી20 ક્રિકેટમાં પોતાના 100 કેચ પૂરા કર્યા હતા. આઈપીએલની આ સીઝનમાં તેના નામ પર છ કેચ છે.
Read latestCricket NewsandGujarati News