rohit sharma captaincy, ટેસ્ટ અને વનડેમાંથી જશે રોહિત શર્માની કેપ્ટન્સી? BCCIની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય - rohit sharma test and odi captain decision take bcci review meeting

rohit sharma captaincy, ટેસ્ટ અને વનડેમાંથી જશે રોહિત શર્માની કેપ્ટન્સી? BCCIની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય – rohit sharma test and odi captain decision take bcci review meeting


મુંબઈઃ છેલ્લા કેટલાક સમયથી રોહિત શર્માની કેપ્ટનશિપને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે રોહિતને ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટાવી શકાય છે, પરંતુ 1 જાન્યુઆરીએ યોજાયેલી સમીક્ષા બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેની કેપ્ટનશીપને કોઈપણ રીતે ખતરો નથી. રિપોર્ટ અનુસાર, બોર્ડના ટોચના અધિકારીઓને પરંપરાગત ફોર્મેટમાં તેની કેપ્ટનશિપમાં કંઈપણ અસંતોષકારક જણાયું નથી. BCCI સચિવ જય શાહ દ્વારા બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં કેપ્ટન રોહિત, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે હાજરી આપી હતી. આ બેઠકમાં અગાઉની પસંદગી સમિતિના વડા ચેતન શર્મા, એનસીએના વડા વીવીએસ લક્ષ્મણ અને બોર્ડના પ્રમુખ રોજર બિન્ની પણ હાજર હતા.

વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ફોકસ છે અને ફાઇનલમાં પહોંચવાની ભારતની આશાઓ ઘણી વધારે છે. આ સિવાય 2023માં ODI વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. ટી-20નો નવો કેપ્ટન હાર્દિક પંડ્યા બેઠકમાં હાજર રહ્યો ન હતો. હાર્દિક મંગળવારથી શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે મુંબઈમાં છે.

બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘રોહિત વનડે અને ટેસ્ટ ટીમોની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને આ બે ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેના ભવિષ્ય વિશે કોઈ વાત કરવામાં આવી નથી. ટેસ્ટ અને વનડેમાં તેનો કેપ્ટનશિપનો રેકોર્ડ શાનદાર છે. 20 ખેલાડીઓના પૂલને 2023 વર્લ્ડ કપ સુધી રોટેટ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.’

શાહે બેઠક બાદ જણાવ્યું હતું કે, ‘BCCIએ 20 ખેલાડીઓની પસંદગી કરી છે જેમને 50 ઓવરના વર્લ્ડ કપ સુધી રોટેટ કરાશે.સમીક્ષા બેઠકમાં ભાગ લેનાર ચેતન શર્મા ફરી વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ બની શકે છે. જો આવું ન થાય તો પણ તે ઉત્તર પ્રદેશના પ્રતિનિધિ બની શકે છે. ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનું નામ પણ દક્ષિણ ઝોન માટે ચર્ચામાં છે પરંતુ તેમની પસંદગીની પુષ્ટિ થઈ નથી.’

2023 વર્લ્ડ કપની તૈયારીઓ માટે રોડમેપ તૈયાર કરવામાં શર્માનો સમાવેશ એક મોટો સંકેત છે. સૂત્રે કહ્યું, “જો શર્માને પૂછવામાં ન આવ્યું હોત, તો તેમણે આ પદ માટે બિલકુલ અરજી કરી ન હોત. આ પોતે એક સંકેત છે. ભારતે દસ મહિનામાં વર્લ્ડ કપ રમવાનો છે. એવું માનવામાં આવે છે કે એસએસ દાસને પૂર્વ ઝોનમાંથી લેવામાં આવે તેવી શક્યતા છે કારણ કે તેમની પાસે 21 ટેસ્ટનો અનુભવ છે. પશ્ચિમમાંથી ગુજરાતના મુકુંદ પરમાર, સલીલ અંકોલા અને સમીર દિઘેના નામ ચાલી રહ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *