બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘રોહિત વનડે અને ટેસ્ટ ટીમોની કેપ્ટનશીપ કરી રહ્યો છે અને આ બે ફોર્મેટમાં કેપ્ટન તરીકે તેના ભવિષ્ય વિશે કોઈ વાત કરવામાં આવી નથી. ટેસ્ટ અને વનડેમાં તેનો કેપ્ટનશિપનો રેકોર્ડ શાનદાર છે. 20 ખેલાડીઓના પૂલને 2023 વર્લ્ડ કપ સુધી રોટેટ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.’
શાહે બેઠક બાદ જણાવ્યું હતું કે, ‘BCCIએ 20 ખેલાડીઓની પસંદગી કરી છે જેમને 50 ઓવરના વર્લ્ડ કપ સુધી રોટેટ કરાશે.સમીક્ષા બેઠકમાં ભાગ લેનાર ચેતન શર્મા ફરી વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિના અધ્યક્ષ બની શકે છે. જો આવું ન થાય તો પણ તે ઉત્તર પ્રદેશના પ્રતિનિધિ બની શકે છે. ભૂતપૂર્વ ઝડપી બોલર વેંકટેશ પ્રસાદનું નામ પણ દક્ષિણ ઝોન માટે ચર્ચામાં છે પરંતુ તેમની પસંદગીની પુષ્ટિ થઈ નથી.’
2023 વર્લ્ડ કપની તૈયારીઓ માટે રોડમેપ તૈયાર કરવામાં શર્માનો સમાવેશ એક મોટો સંકેત છે. સૂત્રે કહ્યું, “જો શર્માને પૂછવામાં ન આવ્યું હોત, તો તેમણે આ પદ માટે બિલકુલ અરજી કરી ન હોત. આ પોતે એક સંકેત છે. ભારતે દસ મહિનામાં વર્લ્ડ કપ રમવાનો છે. એવું માનવામાં આવે છે કે એસએસ દાસને પૂર્વ ઝોનમાંથી લેવામાં આવે તેવી શક્યતા છે કારણ કે તેમની પાસે 21 ટેસ્ટનો અનુભવ છે. પશ્ચિમમાંથી ગુજરાતના મુકુંદ પરમાર, સલીલ અંકોલા અને સમીર દિઘેના નામ ચાલી રહ્યા છે.