પરાજય બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે, પ્રથમ છ ઓવરમાં અમે સારી બેટિંગ કરી શક્યા ન હતા. પરંતુ તિલક શર્મા અને અન્ય કેટલાક બેટર્સે સારા પ્રયાસ કર્યા હતા. જોકે, અમે બોલિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. બેટિંગ માટે પિચ ઘણી સારી હતી. તિલક એક હકારાત્મક વ્યક્તિ છે અને તે ઘણો જ પ્રતિભાશાળી છે. તેણે કેટલાક એવા શોટ્સ રમ્યા હતા જેમાં તેની સાહસિકતા જોવા મળી હતી. અમે અમારી ક્ષમતા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા ન હતા. અમે 30-40 રન વધારે ઉમેરી શક્યા હોત.
મુંબઈનો સ્ટાર ઝડપી બોલર જસપ્રિત બુમરાહ આઈપીએલ-2023માંથી બહાર થઈ ગયો છે અને તેથી રોહિત શર્માએ તેના બોલર્સને ચેતવણીના સ્વરમાં જણાવ્યું હતું કે તેઓ આગળ આવે અને જવાબદારી ઉઠાવે. તેણે કહ્યું હતું કે, છેલ્લા છથી આઠ મહિનાથી હું જસપ્રિત બુમરાહ વગર રમતા ટેવાઈ ગયો છું. પરંતુ કોઈએ તો આગળ આવવું પડશે અને અમારા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. અમે ફક્ત બુમરાહ પર જ આધાર રાખી શકીએ નહીં. ઈજા અમારા હાથમાં નથી તેથી અમે તેના માટે વધારે કંઈ કરી શકીએ નહીં. અમારી પાસે પ્રતિભાશાળી ખેલાડીઓ છે. અમારે તેમને સપોર્ટ કરવાની જરૂર છે.