બીસીસીઆઈની આ રિવ્યુ મીટિંગમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ, ફિટનેસ પેરામીયર અને વન-ડે વર્લ્ડ કપ 2023 માટેનો રોડમેપ તૈયાર કરાયો છે. આ મીટિંગમાં જે મુદ્દા પર બધાની સંમતિ જોવા મળી તે હતો ઈમર્જિંગ ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત રમતા રાખવાનો મુદ્દો, જેથી સીનિયર તરીકે તેમને તૈયાર કરી શકાય. તે ઉપરાંત ફિટનેસને ધ્યાનમાં રાખતા યો યો ટેસ્ટની પ્રક્રિયામાંથી પસાર થયા પછી જ ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે. તો, વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખતા વર્કલોડ મેનેજમેન્ટ પર ચર્ચા થઈ.
ટીમ ઈન્ડિયા માટે કેવું રહ્યું વર્ષ 2022
ભારતીય ક્રિકેટ માટે વર્ષ 2022 કંઈ ખાસ નથી રહ્યું. આ વર્ષે ટીમ ઈન્ડિયાને એશિયા કપ અને ટી-20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ્સમાં હારનો સામનો કરવો પડ્યો. ભારત છેલ્લે વર્ષ 2013માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં આઈસીસીનો કોઈ મોટી ટૂર્નામેન્ટ જીતી શકી હતી. તે પહેલા ટીમ ઈન્ડિયાએ 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.
ભારતીય ટીમના ટી-20 અભિયાન પછી ચેતન શર્માના નેતૃત્વવાળી પસંદગી સંમિતિને હટાવી દેવાઈ હતી. નવી સમિતિ ન બની હોવાથી તેમને રણજી ટ્રોફીની મેચો પર નજર રાખવા અને શ્રીલંકા સામેની ત્રણ ટી-20 આંતરાષ્ટ્રીય અને અને એટલી વન-ડે મેચોની સીરિઝ માટે ટીમની પસંદગીની જવાબદારી સોંપાઈ છે.
ટી-20 ફોર્મેટ માટે બીસીસીઆઈનો ખાસ પ્લાન
તે ઉપરાંત માનવામાં આવી રહ્યું છે કે, બીસીસીઆઈની આ રિવ્યુ મિટિંગમાં ટી-20 ફોર્મેટમાં અલગ કેપ્ટન અને સપોર્ટિંગ સ્ટાફની નિમણૂક પર વાત થઈ છે. જોકે, સત્તાવાર રીતે તે અંગે કોઈ જાણકારી સામે એવી નથી, પરંતુ તેવું થવાની શક્યતા પ્રબળ મનાઈ રહી છે. શ્રીલંકા સામેની ટી-20 સીરિઝમાં હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવાયો છે. તો, વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડી આ સીરિઝમાં રમવાના નથી.
વન-ડે સીરિઝમાં રોહિત શર્મા કેપ્ટનશિપ કરશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, ભવિષ્યને ધ્યાનમાં રાખતા ટી-20 માટે હાર્દિક પંડ્યાને તૈયાર કરાઈ રહ્યો છે અને રોહિત માત્ર વન-ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમની કેપ્ટનશિપ સંભાળશે.