રિશભ પંતને એરલિફ્ટ કરી મુંબઈ લવાશે, નિષ્ણાંત ડોક્ટરની દેખરેખમાં થશે તેની સર્જરી
આગળની સારવાર માટે પંતને મુંબઈ ખસેડાયો
રિષભ પંતને કાર અકસ્માતમાં ઈજા થઈ હતી. BCCIએ પંતને એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ લઈ જવાનું નક્કી કર્યું હતું. કારણ કે, તે કોઈ પણ કોમર્શિયલ એરલાઈન દ્વારા ઉડાણ ભરી શકે તેવી સ્થિતિમાં નહોતો. હવે, પંતની હાલત ઘણી સારી છે તેથી તેને અચાનક એરલિફ્ટ કરીને મુંબઈ જવાયો હતો. આ કેસમાં બીજી એક વાત એ બહાર આવી છે કે, રવિન્દ્ર જાડેજાની જેમ જ તેનું લિગામેન્ટ ફાટી ગયું છે. એશિયા કપ દરમિયાન જાડેજા ઈજાગ્રસ્ત થયો હતો. તેને પણ લિગામેન્ટમાં ઈજા થઈ હતી.
ઉર્વશી રૌતેલાના મમ્મીને કોરી ખાઈ રહી છે રિષભ પંતની ચિંતા, તેના માટે કરી ખાસ પ્રાર્થના
જાડેજા જેવી છે પંતની ઈજા
BCCIના એક અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે પંતની ઈજા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, દરેક ખેલાડીનું બોડી અલગ-અલગ હોય છે. પરંતુ તેના રિપોર્ટ્સ જોઈને ડોક્ટરનું કહેવું છે કે, તેના લિગામેન્ટની ઈજા જાડેજા જેવી છે. પંતને સંપૂર્ણ રીતે રિકવર થવામાં ચાર મહિનાનો સમય લાગી શકે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનમાં છે. જો ભારત તે માટે ક્વોલિફાય થાય છે તો ત્યાં સુધીમાં પંત ફિટ થઈ જાય તેવું લક્ષ્ય છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા પછી ભારત હાલ બીજા સ્થાને છે.
શુક્રવારે રિષભ પંતને નડ્યો હતો અકસ્માત
રિષભ પંત ન્યૂ યર પર પરિવારને સરપ્રાઈઝ આપવા માટે રુડકી સ્થિત ઘરે જઈ રહ્યો હતો ત્યારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કાર ડિવાઈર સાથે અથડાયા બાદ ફંગોળાઈ હતી. કારની વિન્ડસ્ક્રીન તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો અને સાત-આઠ સેકન્ડમાં તે ભડભડ કરતાં સળગી ઉઠી હતી. પંતના માથા, પીઠ અને પગના ભાગે ઈજા પહોંચી. તેને કપાળ પર બે કટ આવ્યા, જેમાંથી એક આંખની નજીક છે. તે માટે તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવામાં આવી
Read Latest Cricket News And Gujarati News