rishabh pant, Rishabh Pantએ સ્વિકારી લીધું કે તેનામાં 'દમ' નથી? ઢગલો તક મળી છતાં પોતાને નથી કરી શક્યો સાબિત - rishabh pant my t20 record is so so you can compare me after i turn 30 32

rishabh pant, Rishabh Pantએ સ્વિકારી લીધું કે તેનામાં ‘દમ’ નથી? ઢગલો તક મળી છતાં પોતાને નથી કરી શક્યો સાબિત – rishabh pant my t20 record is so so you can compare me after i turn 30 32


ન્યૂઝીલેન્ડ સામે હાલ ભારત વનડે સીરિઝ રમી રહ્યું છે જેમાં પંતને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક આપવામાં આવી છે પરંતુ તે સતત નિષ્ફળ રહ્યો છે. આજની મેચમાં પણ તેણે 16 બોલનો સામનો કરીને 62.50ની સ્ટ્રાઈક રેટ સાથે માત્ર 10 રન બનાવ્યા છે. તાબડતોબ બેટિંગ કરીને ટીમમાં જગ્યા મેળવનારા પંતની ધોનીના ગયા પછી ઘણી અવગણના થઈ રહી છે. તેની જગ્યાએ ટીમમાં સંજૂ સેમસનને કેમ સ્થાન આપવામાં આવી રહ્યું નથી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ બાબતે હવે રિષભ પંતે પણ પોતાનો મત રજૂ કર્યો છે. પંતે મેચ પહેલા જ પોતાની અન્ય ખેલાડી સાથે સરખામણી થતા અકળાયેલો જોવા મળ્યો હતો, તેણે કહ્યું કે હજુ તો હું માત્ર 24 વર્ષનો છું મારી સરખામણી કરવી હોય તો હું 30 કે 32 વર્ષનો થઈ જઉં ત્યારે કરી શકો છો. ટૂંકમાં તેણે એ વાત તરફ ઈશારો કર્યો છે કે તેની પાસે હજુ પોતાને સાબિત કરવા માટે ઘણો સમય છે.

વરસાદના કારણે ટોસમાં મોડું થતા રિષભ પંત હર્ષા બોગલે સાથે વાત કરી રહ્યો હતો. આ વાતચીત દરમિયાન હર્ષાએ પૂછેલા તીખા સવાલના કારણે તે સમસમી ગયો હતો અને તેણે આ વાતનો રિપ્લાય આપ્યો હતો. આ સીરિઝમાં કોમેન્ટ્રી કરી રહેલા હર્ષા ભોગલેએ રિષભ પંતને તેના ફોર્મ અંગે સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યું- મેં વીરુને બહુ વર્ષો પહેલા સવાલ કર્યો હતો, હવે તમને પૂછી રહ્યો છું. તમને જોઈને લાગતું હતું કે વ્હાઈટ બોલ સાથે તમારું ખાસ બનશે, પરંતુ તમારો ટેસ્ટ રેકોર્ડ સારો છે. જેના પર પંતે કહ્યું કે રેકોર્ડ તો એક નંબર છે. મારો વ્હાઈટ બોલ રેકોર્ડ ખરાબ નથી. T20નો પણ ઠીક છે..

જેના પર હર્ષાએ કહ્યું, ખરાબ નથી કહી રહ્યો. સરખામણી કરી રહ્યો છું. જેના પર પંતે કહ્યું- સરખામણી કરવી એ તો મારા જીવનનો ભાગ જ નથી. હજુ તો હું 24-25 વર્ષનો છું. સરખામણી તો હું 30-32 વર્ષનો થાઉં ત્યારે કરજો. એના પહેલા તો કોઈ લોજીક નથી.

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝનો હીરો રહેલા રિષભ પંતનો વ્હાઈટ બોલમાં રેકોર્ડ ઘણો જ ખરાબ છે. તે T20 વર્લ્ડકપમાં કશું ખાસ કરી શક્યો નહોતો, જ્યારે ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝમાં પણ તેનું બેટ મૌન રહ્યું હતું. તેણે 6 અને 11 રન બનાવ્યા હતા, તેને ઓપનિંગ કરવાની પણ તક મળી હતી. જેમાં તે પહેલી વનડેમાં માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો.

બીજી તરફ તેણે આજની વનડેમાં પણ નબળું પ્રદર્શન કર્યું કે જ્યારે ટીમે આજની મેચ જીતવી જરુરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *