રિષભ પંત દિલ્હીથી રુરકી પોતાના ઘરે જઈ રહ્યો હતો, તે વખતે ઘટના બની હતી. સુશીલ સિંહે ટાઈમ્સ નાઉ સાથેની વાતચીતમાં મોટો દાવો કરતાં કહ્યું ‘જ્યારે હું રુરકી પાર કરીને નરસન બોર્ડર પાસે પહોંચ્યો ત્યારે મેં એક દુર્ઘટના જોઈ હતી. એક કારનો અકસ્માત થયો હોવાનું મેં જોયું હતું. કાર દિલ્હી તરફથી આવી રહી હતી. કાર ડિવાઈડરને તોડીને ઉછળી હતી’.