Chintan Rami | I am Gujarat | Updated: 30 Nov 2022, 6:36 pm
રિશભ પંતનો મસાજ કરાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમની બેટિંગ દરમિયાન 25મી ઓવરમાં કેમેરાનું ફોકસ જ્યારે રિશભ પંત તરફ ગયું તો તે ડ્રેસિંગ રૂમમાં મસાજ કરાવતો જોવા મળ્યો હતો. રિશભ પંતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી મજાક ઉડી હતી
હાઈલાઈટ્સ:
- ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન-ડેમાં રિશભ પંત ફક્ત 10 રન નોંધાવીને આઉટ થયો હતો
- છેલ્લા ઘણા સમયથી પંત નિષ્ફળ જઈ રહ્યો હોવા છતાં તેને સતત તક આપવામાં આવી રહી છે
- આઉટ થયા બાદ મસાજ કરાવી રહેલા પંતનો વિડીયો વાયરલ થતાં ફેન્સે તેની મજાક ઉડાવી
10 રન નોંધાવીને આઉટ થયા બાદ રિશભ પંતે કરાવી બોડી મસાજ
રિશભ પંતનો મસાજ કરાવતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભારતીય ટીમની બેટિંગ દરમિયાન 25મી ઓવરમાં કેમેરાનું ફોકસ જ્યારે રિશભ પંત તરફ ગયું તો તે ડ્રેસિંગ રૂમમાં મસાજ કરાવતો જોવા મળ્યો હતો. રિશભ પંતનો આ વિડીયો સોશિયલ મીડિયા પર તરત જ વાયરલ થયો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેની ઘણી મજાક ઉડી હતી.
અત્યંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો રિશભ પંત
રિશભ પંત પોતાની વિકેટ ફેંકી દે છે તેવું ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે અને ન્યૂઝીલેન્ડ સામેની અંતિમ વન-ડેમાં પણ આવું જ જોવા મળ્યું હતું. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં તેની પાસેથી મોટી ઈનિંગ્સની આશા રાખવામાં આવી રહી હતી. જોકે, તે ફક્ત 10 રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. પંત 21મી ઓવરના ત્રીજા બોલ પર એક અત્યંત ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. પંતે ડેરિલ મિચેલના બોલ પર ગ્લેન ફિલિપ્સને કેચ આપ્યો હતો.
રિશભ પંતને લઈને કોઈ અપડેટ આપવામાં આવી નથી
માનવામાં આવી રહ્યું છે કે રિશભ પંતની પીઠમાં કોઈ સમસ્યા છે જેના કારણે તે ડ્રેસિંગ રૂમમાં મસાજ લેતો જોવા મળ્યો હતો. જોકે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પંતને લઈને હજી સુધી કોઈ અપટેડ જાહેર કર્યું નથી. રિશભ પંત ન્યૂઝીલેન્ડ બાદ હવે બાંગ્લાદેશ પ્રવાસ પર પણ ટીમ ઈન્ડિયા સાથે જઈ રહ્યો છે.
Gujarati News – I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો I am Gujaratની એપ