rishabh pant, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું ટેલેન્ટ કેમ બરબાદ થઈ રહ્યું છે? આના માટે કોણ જવાબદાર? - rishabh pant out of form these things matter for this situation

rishabh pant, વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતનું ટેલેન્ટ કેમ બરબાદ થઈ રહ્યું છે? આના માટે કોણ જવાબદાર? – rishabh pant out of form these things matter for this situation


ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની ચમક ઝાંખી પડી ગઈ છે. સતત ખરાબ ફોર્મ છતાં તેને વારંવાર આપવામાં આવી રહેલી તકના કારણે તેના પર સવાલો ઉઠી રહ્યા હતા, સારું પ્રદર્શન છતાં સંજૂ સેમસનને બહાર રાખવામાં આવ્યો હોવાની બાબતે ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે રિષભને ટેસ્ટમાં પણ ડ્રોપ કરી દેવામાં આવ્યો છે. બાંગ્લાદેશના પ્રવાસે ગયેલી ટીમમાં ટેસ્ટ માટે પંતને સમાવવામાં આવ્યો નથી. આ સાથે પંતના હાથમાં ટેસ્ટના વાઈસ કેપ્ટનનું પદ પણ જતું રહ્યું છે. હવે અહીં સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે ટેલેન્ટનું પાવરહાઉસ બનેલા પંતની આવી સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ છે?

અગાઉ પંતે જે પ્રકારનું પરફોર્મન્સ કર્યું હતું તેને ધોનીની જગ્યા ભરવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યો હતો. જ્યારે દિગ્ગજો ઓસ્ટ્રેલિયામાં હાંફી ગયા હતા ત્યારે તેને એકલા હાથે વિરોધીઓના હાથમાંથી જીત છીનવી લીધી હતી. આવા દમદાર પ્રદર્શન છતાં પંતનો ગ્રાફ ઉપર ચઢવાના બદલે સતત નીચે કેમ પટકાઈ રહ્યો છે તેનો સવાલ ઉભો થઈ રહ્યો છે. એવામાં હવે તેની હાલત એવી થઈ ગઈ છે કે તે ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં પણ નિષ્ફળ જઈ રહ્યો છે.

પંતની બરબાદી માટે કોણ જવાબદાર?
રિષભ પંતની છબી એક વિસ્ફોટક બેટ્સમેનની રહી છે. ટીમને પણ તેની પાસેથી ઘણી આશાઓ રહેલી છે પરંતુ હાલ તે આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે. આ માટે આખરે જવાબદાર કોણ છે. પંતનું ફોર્મ ખરાબ થઈ રહ્યું છે અને તેની ફિટનેસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.

એવામાં શું ટીમ મેનેજમેન્ટની જવાબદારી નથી બનીતી કે પંતની ફિટનેસ પર પણ ધ્યાન આપવું જોઈએ. એવું તો જરાય ના બની શકે કે પંત જે સ્થિતિમાં આજે પહોંચ્યો છે તે એક કે બે દિવસમાં થયું હશે. પંત સતત ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યો છે જેમાં તેના ખરાબ ફોર્મ અને ફિટનેસ પર પણ મેનેજમેન્ટની નજર રહી હશે, પરંતુ તેના પર કામ કરવામાં કેમ ના આવ્યું તે અંગે સવાલ ઉઠી રહ્યા છે. એટલે કે અહીં પંતના ખરાબ ફોર્મ અંગે તેના પોતાના પર અને ટીમ મેન્જમેન્ટ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

બેટિંગ ક્રમ પણ ઉપર-નીચે થતો રહ્યો
રિષભ પંત એક એવો બેટમેન છે કે તે કોઈ પણ નંબરે ઝડપથી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે તેનો બેટિંગ ક્રમ ક્યારેય સ્થિર રહ્યો નથી. હાલમાં કેટલીક મેચોમાં તેને ટોપ ઓર્ડરમાં પણ રમાડવામાં આવ્યો હતો, પરંતુ તે અહીં પણ નિષ્ફળ સાબિત થયો હતો. પંડે ટેસ્ટમાં પોતાનું ફોર્મ બતાવ્યું છે પરંતુ લિમિટેડ ઓવરોમાં તે સતત નિષ્ફળ સાબિત થયો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *