ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા પત્ની અનુષ્કા સાથે PM મોદીના ગુરુના આશ્રમ પહોંચ્યો કોહલી
આ અઠવાડિયે ડિસ્ચાર્જ થશે રિષભ પંત
રિષભ પંતને આગાહી મહિને ફરીથી હોસ્પિટલમાં દાખલ થવું પડશે, કારણ કે તે સમયે તેની બીજી સર્જરી કરવામાં આવશે. જો કે, તે ચોક્કસ કઈ તારીખે થશે તેનો નિર્ણય ડોક્ટર ખૂબ જલ્દી લેશે. આ દરમિયાન બીસીસીઆઈની મેડિકલ ટીમ સતત ડોક્ટર અને હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંપર્કમાં છે. પંત ક્યારે મેદાનમાં પરત ફરશે તે હજી નક્કી નથી. બીજી સર્જરી બાદ સંપૂર્ણ રીતે રિકવર થતાં તેને આશરે 4-5 મહિનાનો સમય લાગશે. ત્યારબાદ તે ટ્રેનિંગ શરૂ કરશે. તેથી, ઓક્ટોબરમાં યોજાનારા ODI વર્લ્ડ કપ પહેલા તેનું પરત ફરવું લગભગ અશક્ય છે. 2023 મોટાભાગે તેનું રિકવરીમાં જ જવાનું છે.
શેફાલી વર્માઃ છોકરો બનીને ક્રિકેટ રમવું પડ્યું હતું, હવે ભારતીય મહિલા ટીમને પ્રથમ ICC ટ્રોફી અપાવી
30મી ડિસેમ્બરે અકસ્માતનો ભોગ બન્યો હતો પંત
ઉલ્લેખનીય છે કે, રિષભ પંત તેના પરિવારને ન્યૂ યર પર સરપ્રાઈઝ આપવા માગતો હતો અને તેથી જ 30મી ડિસેમ્બરે રુડકી જઈ રહ્યો હતો. તે જ સમયે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર તેની કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ ફંગોળાઈ હતી. તેને કારની વિન્ડસ્ક્રીન તોડીને બહાર કાઢવામાં આવ્યો હતો. જેની ગણતરીની સેકન્ડમાં ક્રિકેટરની કાર ભડભડ કરતાં સળગી ઉઠી હતી. પંતના માથા, પીઠ અને પગના ભાગે ઈજા પહોંચી. તેને કપાળ પર બે કટ આવ્યા, જેમાંથી એક આંખની નજીક હતો. તે માટે તેની પ્લાસ્ટિક સર્જરી પણ કરાવવામાં આવી હતી.
રિષભ પંતે માન્યો ફેન્સનો આભાર
રિષભ પંતે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને હેલ્થ અપડેટ આપી હતી. સાથે જ આ મુશ્કેલ સમયમાં તેના માટે પ્રાર્થના કરનાર દરેક વ્યક્તિનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું ‘આપ તમામને સપોર્ટ અને શુભેચ્છાઓ માટે કૃતજ્ઞ છું. આપ તમામને જણાવવા માગું છું કે મારી સર્જરી સફળતાપૂર્વક થઈ છે અને હું રિકવરીના માર્ગ પર હોવાની મને ખુશી છે. મારો જુસ્સો વધારે છે અને રોજ હું સારું અનુભવી રહ્યો છું. કપરા સમયમાં આપ તમામના શબ્દો, સપોર્ટ અને પોઝિટિવિ એનર્જી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું’
Read latest Cricket News and Gujarati News