હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
રિંકુ સિંહની પોસ્ટ પર શહેનીલ ગિલની કોમેન્ટ
રિંકુ સિંહે એક દિવસ પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક શર્ટલેસ તસવીરો શેર કરી હતી. જેમાં તેણે એબ્સ ફ્લોન્ટ કર્યા હતા. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું ‘ચેતવણીઃ આગળ એડિક્ટિવ કન્ટેન્ટ છે’. KKRના કેપ્ટન નિતિશ રાણાની પત્ની સાચી મારવાહે કોમેન્ટ કરતાં લખ્યું હતું ‘અચ્છા’. તો શુભમનની બહેન શહેનીલે લખ્યું હતું ‘ઓ હીરો’. તરત જ કેટલાક યૂઝર્સે રિપ્લાયમાં બંને વચ્ચે અફેર હોવાની અટકળો શરૂ કરી દીધી હતી. એક યૂઝરે લખ્યું હતું ‘હીરોની હીરોઈન’, તો એક યૂઝરે શહેનીલને ભાભી કહીને સંબોધિત કરી હતી. એકે લખ્યું હતું ‘લાગે છે રિંકુભાઈ કે તમારા પ્રેમમાં પડી ગઈ’ અન્ય એકે લખ્યું હતું ‘રિંકુભાઈ ભાભીને ખુશ રાખજો’, એકે લખ્યું હતું ‘દીદીને તો પ્રેમ થઈ ગયો’. બંનેના અમુક ફેન્સ તરત જ તેમના બચાવમાં આવ્યા હતા અને રિંકુ તેમજ શહેનીલ એકબીજાને ભાઈ-બહેન માનતા હોવાનું કહ્યું હતું. જણાવી દઈએ કે, શુભમન પહેલા કોલકાતા માટે જ રમતો હતો અને ગત વર્ષે ગુજરાત ટાઈટન્સે તેને ખરીદ્યો હતો. આ કારણથી બંને વચ્ચે સારું બોન્ડિંગ છે. આ સિવાય શહેનીલ પણ ગુજરાતની દરેક મેચમાં ભાઈને ચીયર કરવા માટે મેદાનમાં હાજર રહેતી હતી.
શુભમન અને સારા તેંડુલકરની ચેટ થઈ વાયરલ, બ્રેકઅપના એક વર્ષ બાદ ફરી થયું પેચઅપ?
KKR માટે હીરો સાબિત થયો રિંકુ સિંહ
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રિંકુ સિંહ મોટો ખેલાડી સાબિત થયો છે. તેણે ગુજરાત ટાઈટન્સના યશ દયાળના અંતિમ પાંચ બોલ પર પાંચ છગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી. રિંકુ સિંહ ટુર્નામેન્ટ ખતમ થયા બાદ માલદીવ્સ પહોંચ્યો છે. તે થાક ઉતારવા ત્યાં ગયો હોય તેમ લાગી રહ્યું છે.
WTC ફાઈનલઃ ઈંગ્લેન્ડમાં બેટિંગ કરવામાં કયા પડકારો આવે છે, કેપ્ટન રોહિત શર્માએ કર્યો ખુલાસો
રિંકુ સિંહની સંઘર્ષ કહાણી
રિંકુ સિંહનું આઈપીએલની દુનિયામાં નામ બની ગયું છે. આજે તેના લાખો ચાહકો છે અને ક્રિકેટમાં પોતાનું કરિયર બનાવવા ઈચ્છતા યુવાનો માટે પણ તે પ્રેરણામૂર્તિ છે. જો કે, અહીંયા સુધી પહોંચવું તેના માટે સહેજ પણ સરળ નહોતું. રિંકુ અભ્યાસમાં સારો નહોતો અને નવમા ધોરણમાં નાપાસ થયા બાદ તેણે ભણવાનું છોડી દીધું હતું. તેને ક્રિકેટમાં રસ હતો પરંતુ તેના પિતાને આ વાતમાં રસ નહોતો અને તેથી જ્યારે તે રમવા જતો ત્યારે પિતા ખૂબ મારતા હતા. પરંતુ એક ટુર્નામેન્ટમાં જ્યારે રિંકુ બાઈક જીત્યો ત્યારે પિતાને તે જીવનમાં કંઈક જરૂરથી કરશે તેવો વિશ્વાસ બેસી ગયો હતો અને બાદમાં મારવાનું બંધ કરી દીધું હતું. તેના પિતા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતાં હતા. રિંકુને જે બાઈક મળી હતી તે તેના પિતાને આપી હતી, બાદમાં તેઓ બાઈક પર સિલિન્ડરની ડિલિવરી કરવા જતા હતા.
Read latest Cricket News and Gujarati News