rinku singh, IPL 2023: પિતા ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા હતા, ભાઈ ચલાવતો હતો રિક્ષા... 9મું નાપાસ રિંકુનું હવે આખું જીવન બદલાઈ ગયું - ipl 2023 rinku singh life was full of struggle

rinku singh, IPL 2023: પિતા ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા હતા, ભાઈ ચલાવતો હતો રિક્ષા… 9મું નાપાસ રિંકુનું હવે આખું જીવન બદલાઈ ગયું – ipl 2023 rinku singh life was full of struggle


અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહે ગુજરાત સામે છેલ્લી ઓવરમાં સતત 5 છગ્ગા ફટકારી સનસનાટી મચાવી દીધી. કેકેઆરને મેચમાં છેલ્લી ઓવરમાં જીત માટે 29 રનની જરૂર હતી, તો ક્રીઝ પર કેકેઆર માટે રિંકુ સિંહ અને ઉમેશ યાદવ હતા. ઓવરના પહેલા દડે ઉમેશે એક રન લઈને રિંકુને સ્ટ્રાઈક આપી. તે પછી જે કારનામું રિંકુએ કર્યું, તે આઈપીએલના ઈતિહાસમાં કાયમ માટે નોંધાઈ ગયું.

રિંકુ સિંહ કેકેઆર માટે સુપરસ્ટાર ખેલાડી બની ગયો છે. પરંતુ, તેનું શરૂઆતનું જીવન ઘણું સંઘર્ષભર્યું રહ્યું છે. 9મું ધોરણ નાપાસ રિંકુની આર્થિક સ્થિતિ શરૂઆતમાં ઘણી ખરાબ હતી. પિતા અલીગઢમાં ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. તો, તેનો મોટોભાઈ રિક્ષા ચલાવી પિતાની મદદ કરતો હતો. જોકે, રિંકુ ક્રિકેટમાં લાગેલો રહ્યો.

આ દરમિયાન ઘર પરિવારની જવાબદારીઓએ રિંકુના પિતા પર 5 લાખ રૂપિયાનો બોજો નાખી દીધો. પિતા અને ભાઈ જેમ-તેમ કરીને મુશ્કેલીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રિંકુએ ક્રિકેટ ન છોડ્યું. આ દરમિયાન તેની પસંદગી ઉત્તર પ્રદેશની અંડર-19 ટીમમાં થઈ. રિંકુના પરિવારની એવી હાલત હતી કે, તેને જે ડેઈલી અલાઉન્સ મળતું હતું, તેમાંથી પણ તે બચત કરતો હતો.

રિંકુ સિંહે એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તેને રમવાના ચક્કરમાં પિતાનો ઘણો માર પણ ખાવો પડ્યો છે. જોકે, વર્ષ 2012માં જ્યારે તેણે એક સ્કૂલ ટૂર્નામેન્ટમાં ઈનામ તરીકે બાઈક જીતી તો તે પછીથી પરિવારના લોકો તેને સપોર્ટ કરવા લાગ્યા.

ઈનામમાં જીતેલી બાઈકથી જ તેના પિતા સિલિન્ડર પહોંચાડવાનું કામ કરવા લાગ્યા. જોકે, તે પછી પણ ઘરની હાલત સારી ન થઈ. તે પછી રિંકુએ પોતાને ક્યાંક નોકરી લગાવી દેવા તેના ભાઈને કહ્યું. તેના ભાઈએ તેને એક જગ્યાએ કામ પર લગાવી દીધો, જ્યાં તેને કચરા-પોતું કરવાનું કામ મળ્યું હતું. પરંતુ, તે એક જ દિવસમાં કામ છોડીને પાછો આવી ગયો હતો. તે પછી રિંકુએ પોતાના ઘરમાં સ્પષ્ટ કહી દીધું કે, તેને બસ ક્રિકેટમાં જ પોતાનું ભવિષ્ય અજમાવવું છે. તે પછી તેણે સખત મહેનતના દમ પર યુપીની ટીમમાં સ્થાન મેળવ્યું. તો, 2018માં તે મુંબઈ ઈન્ડિયન્સ ટ્રાયલમાં સામેલ થયો હતો.

ટ્રાયલ મેચમાં રિંકુએ ધમાકેદાર ઈનિંગ્સ રમી. તે પછી જ્યારે ઓક્શન થયું તો, રિંકુ પર મુંબઈએ બોલી લગાવી, પરંતુ કેકેઆરની ટીમે તેના પર વધુ બોલાવી તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. તે પછીથી તે સતત આ જ ફ્રેન્ચાઈઝી સાથે છે. એક વખત રિંકુએ પોતાના ઈન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, તેના પિતા મહિને માત્ર 7-8 હજાર રૂપિયા કમાઈ શકતા હતા. ભાઈની આવક પણ લગભગ એટલી જ હતી, એવામાં મારી પાસે ક્રિકેટમાં નસીબ અજમાવવા સિવાય કોઈ બીજો રસ્તો ન હતો. પરંતુ હવે ક્રિકેટના કારણે જ તેમની આર્થિક સ્થિતિ સારી થઈ છે.

રિંકુ સિંહ યુપી માટે અત્યાર સુધી કુલ 40 ફર્સ્ટ ક્લાસ, 50 લિસ્ટ એ અને 70 ટી-20 મેચ રમી ચૂક્યો છે. ફર્સ્ટ ક્લાસમાં રિંકુએ 59.89ની સરેરાશથી 2875 રન બનાવ્યા છે. તો, લિસ્ટ એમાં તેણે 53ની સરેરાશથી 1749 રન બનાવ્યા છે. જ્યારે ટી-20માં તેના નામે 1392 રન નોંધાયેલા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *