Rinku Singh, 9મું ફેલ, ક્રિકેટ રમવા પર ફટકારતા હતા પિતા, Rinku Singh માટે સંઘર્ષથી ભરેલી રહી છે KKRમાં પહોંચવા સુધીની સફર - kolkata knight riders player rinku singh struggle story who played huge role in winning

Rinku Singh, 9મું ફેલ, ક્રિકેટ રમવા પર ફટકારતા હતા પિતા, Rinku Singh માટે સંઘર્ષથી ભરેલી રહી છે KKRમાં પહોંચવા સુધીની સફર – kolkata knight riders player rinku singh struggle story who played huge role in winning


કોલકાતાઃ કોલકાતા નાઈટ રાઈડર્સની (Kolkata Knight Riders) ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે આઈપીએલ 2023ની (IPL 2023) બીજી મેચ રમી હતી. બેંગ્લોરના કેપ્ટન ફાક ડુ પ્લેસિસે ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના ઘરેલુ મેદાન પર કેકેઆપની (KKR vs RCB) ટીમ પહેલા બેટિંગ કરવા માટે ઉતરી હતી. શરૂઆતમાં રહમાનુલ્લાબ ગુરબાઝે ઝડપથી રન બનાવ્યા હતા પરંતુ બાદમાં ધડાધડ વિકેટ પડવા લાગી હતી. 12મી ઓવરમાં 89ના સ્કોર પર આંદ્રે રસેલની વિકેટ પર હતી. જે બાદ બધાને લાગતું હતું કે કેકેઆરના ખેલાડીઓ સાથે મળીને 150 રન પણ નહીં બનાવી શકે. પરંતુ પાંચમી વિકેટ પડ્યા બાદ રિંકુ સિંહ (Rinku Singh) અને શાર્દુલ ઠાકુરે ઈનિંગ સંભાળી હતી. શાર્દુલે ઝડપથી રન બનાવ્યા હતા જ્યારે રિંકુ જવાબદારીખી રમ્યો હતો.

IPL: શાર્દુલનો ઝંઝાવાત અને સ્પિનર્સનો તરખાટ, કોલકાતા સામે બેંગલોરનો ફ્લોપ શો

રિંકુ અને શાર્દુલની ધમાકેદાર ભાગીદારી
યુપી માટે ઘરેલુ ક્રિકેટ રમનારો ડાબા હાથનો ખેલાડી રિંકુ એકસમયે 25 બોલ પર 23 રન બનાવી રહ્યો હતો. પરંતુ બાદમાં તેણે પોતાનું ગિયર બદલ્યું હતું. 18મી ઓવરમાં મહોમ્મદ સિરાજના બોલ પર તેણે છગ્ગો માર્યો હતો. બોલ કમરથી ઉપર હતો અને રિંકુએ વિકેટકીપરથી પાછળ છગ્ગા માટે ફટકાર્યો હતો.

IPLની મેચ જોવા જવાના હોય તો રહેજો સાવધાન, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન 150 Iphone ચોરાયા

રિંકુ સિંહે હર્ષલ પટેલને બરાબરનો ધોયો
19મી ઓવર હર્ષલ પટેલ લઈને આવ્યો હતો. બીજા બોલ પર રિંકુએ ચોગ્ગો માર્યો હતો. બાદમાં ત્રીજા બોલ પર ડીપ મિડ વિકેટ પર ફરી છગ્ગો માર્યો હતો. તે અહીંથી અટક્યો નહોતો. ચોથા બોલને ફ્લેટ છગ્ગા માટે મોકલ્યો હતો. બોલ ઓફ સ્ટંપ બહાર હતી. પરંતુ રિંકુએ તેને લોન્ગ ઓન તરીકે બાઉન્ડ્રી બહાર મોકલ્યો હતો. 33 બોલની ઈનિંગમાં તેણે 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 46 રન કર્યા હતા. શાર્દુલની સાથે છઠ્ઠી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. રિંકુને એક છગ્ગો 101 મીટર લાંબો હતો. આમ કેકેઆરની ટીમે 204 રન બનાવીને આરસીબીને 81 રનથી હરાવ્યું હતું.

રિંકુ સિંહની સંઘર્ષ કહાણી
મેચ ખતમ થયા બાદ એક જ ખેલાડીની ચર્ચા હતી અને તે હતો રિંકુ સિંહ. જો કે, તેના માટે આઈપીએલ સુધીની સફર સરળ નહોતી. તેના પિતા ગેસ સિલિન્ડરની ડિલિવરી કરતાં હતા અને ભાઈ રિક્ષા ચલાવતો હતો. તેના ભાઈ-બહેન છે. રિંકુ ભણવામાં સારો નહોતો અને એકવાર તેણે જ જણાવ્યું હતું કે તે 9મું નાપાસ છે. રિંકુના પિતા ક્રિકેટ રમવા પર તેને ખૂબ મારતા હતા, પરંતુ જ્યારે તેણે બાઈક જીતી તો તે જીવનમાં કંઈક કરશે તેવો પિતાને વિશ્વાસ બેસી ગયો હતો અને બાદમાં તેને મારવાનું બંધ કરી દીધું હતું. રિંકને જે બાઈક મળી હતી તેના પર જ તેના પિતા સિલિન્ડરની ડિલિવરી કરવા જવા લાગ્યા હતા.

Read latest Cricket News and Gujarati News

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *