rinku singh, કોણ છે Yash Dayal જેની છેલ્લી ઓવરમાં Rinku Singhએ ફટકાર્યા પાંચ છગ્ગા? બંને વચ્ચે છે ખાસ કનેક્શન - special connection between kkr rinku singh and gujarat titans yash dayal

rinku singh, કોણ છે Yash Dayal જેની છેલ્લી ઓવરમાં Rinku Singhએ ફટકાર્યા પાંચ છગ્ગા? બંને વચ્ચે છે ખાસ કનેક્શન – special connection between kkr rinku singh and gujarat titans yash dayal


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની અત્યાર સુધીની સૌથી રોમાંચક મેચ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ (GT vs KKR) વચ્ચે રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે પહેલા બેટિંગ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 205 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને રિંકુ સિંહે (Rinku Singh) મેચ જીતાડી દીધી હતી.

IPL 2023: પિતા ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડતા હતા, ભાઈ ચલાવતો હતો રિક્ષા… 9મું નાપાસ રિંકુનું હવે આખું જીવન બદલાઈ ગયું

રિંકુએ ફટકાર્યા પાંચ છગ્ગા

KKR લગભગ હારી જવાની તૈયારીમાં હતું. છેલ્લા પાંચ બોલમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. એવામાં રિંકુ સિંહે કમાલ કરી હતી. તેણે 5 બોલમાં 5 છગ્ગા ફટકારીને ટીમને મેચ જીતાડી દીધી. રિંકુએ આ કમાલ કરીને પોતાના નામનો ડંકો વગાડ્યો છે અને આ શાનદાર ઈનિંગ્સ પછી હવે લોકો તેને ઓળખવા લાગ્યા છે. રિંકુ સિંહે યશ દયાળની ઓવરમાં પાંચ છગ્ગા માર્યા હતા. તમે જાણો છે કે, યશ દયાળ કોણ છે અને રિંકુ સિંહ સાથે તેનું શું કનેક્શન છે?

કોણ છે યશ દયાળ?

IPL 2022ના મેગા ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે યુવા બોલર યશ દયાળને 3 કરોડ 20 લાખ રૂપિયાની મોટી રકમ ચૂકવીને ખરીદ્યો હતો. પહેલી સીઝનમાં યશે 9 મેચમાં 11 વિકેટ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા. જે બાદ તેને બાંગ્લાદેશની ટૂરમાં ભારતીય સ્ક્વોડમાં સ્થાન મળ્યું હતું. નોંધનીય છે કે, IPL 2023ની અત્યાર સુધીની સફર યશ માટે સુખદ નથી રહી. યશ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજનો રહેવાસી છે. તે ઉત્તરપ્રદેશ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તેના પિતા ચંદ્રપાલ પણ એક જમાનામાં ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે.

rinku singh, કોણ છે Yash Dayal જેની છેલ્લી ઓવરમાં Rinku Singhએ ફટકાર્યા પાંચ છગ્ગા? બંને વચ્ચે છે ખાસ કનેક્શન - special connection between kkr rinku singh and gujarat titans yash dayalIPL 2023: સતત 5 સિક્સર ફટકારી રિંકુ સિંહે KKRને અપાવી જીત, બે-બે ‘હેટ્રિક’ છતાં GT હાર્યું

રિંકુ અને યશ વચ્ચે ખાસ સંબંધ

રિંકુ સિંહ અને યશ દયાળ બંને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉત્તરપ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે. બંને ટીમમેટ છે. હાલમાં જ જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મોટી જીત હાંસલ કરી ત્યારે રિંકુ સિંહે જીતની ખુશી વ્યક્ત કરતી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ જ પોસ્ટ પર યશ દયાળે કોમેન્ટ કરી હતી અને રિંકુને મોટો ખેલાડી ગણાવ્યો હતો. રિંકુએ પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર યશ અને રિંકુનું આ બોન્ડ જોઈને લાગે જ છે કે, તેમની વચ્ચે સારી મિત્રતા હશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *