ricky ponting, પોન્ટિંગના મતે વન-ડેમાં 'ફ્લોપ' રહેલો આ ખેલાડી ભારતને જીતાડી શકે છે વર્લ્ડ કપ - out of form india star gets ricky pontings backing for world cup spot

ricky ponting, પોન્ટિંગના મતે વન-ડેમાં ‘ફ્લોપ’ રહેલો આ ખેલાડી ભારતને જીતાડી શકે છે વર્લ્ડ કપ – out of form india star gets ricky pontings backing for world cup spot


ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના લિજેન્ડરી કેપ્ટન રિકી પોન્ટિંગે વન-ડેમાં આઉટ ઓફ ફોર્મ રહેલા સૂર્યકુમાર યાદવનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે તે ભારતને વર્લ્ડ કપ જીતાડી શકે છે. આ વર્ષે રમાનારા વન-ડે વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, ઉભરતા ઓપનર શુભમન ગિલ અને અનુભવી બેટર વિરાટ કોહલી ટોપ ઓર્ડરમાં મહત્વના ક્રમ માટે યોગ્ય છે પરંતુ ટોપ-6માં કેટલાક સ્થાન છે જે હજી બાકી છે. કયા ખેલાડી આ સ્થાન લેશે તે જોવાનું રહેશે. ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી વન-ડે સીરિઝમાં ભારતીય મિડલ ઓર્ડર નિષ્ફળ રહ્યો હતો જેનાથી ભારતની ચિંતા વધી ગઈ છે. જેમાં સૂર્યકુમાર યાદવની નિષ્ફળતા ટીમ માટે મોટ ફટકો છે. ત્રણ વન-ડે મેચની સીરિઝમાં સૂર્યકુમાર યાદવ સળંગ ત્રણેય મેચમાં ગોલ્ડન ડક આઉટ થયો હતો.

વન-ડેમાં સૂર્યકુમારનો રેકોર્ડ થોડો નબળો રહ્યો છે. તેણે ફક્ત 12.28ની એવરેજથી 172 રન નોંધાવ્યા છે. તેણે છેલ્લે ફેબ્રુઆરી 2022માં વન-ડેમાં અડધી સદી ફટકારી હતી. જોકે, ટી20 ક્રિકેટમાં તેનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું હતું. હાલમાં વન-ડેમાં કંગાળ ફોર્મમાં હોવા છતાં પોન્ટિંગે કહ્યું છે કે ભારતે સૂર્યકુમારને ટીમમાં જાળવી રાખવો જોઈએ.

ઓસ્ટ્રેલિયાને બે વર્લ્ડ કપ જીતાડનારા પોન્ટિંગે જણાવ્યું હતું કે, પ્રત્યેક ખેલાડીની કારકિર્દીમાં આ પ્રકારનો તબક્કો આવતો હોય છે. હું ખાતરીપૂર્વક નથી કહી શકતો કે મેં ક્યારેય કોઈ ખેલાડીને આખી સીરિઝમાં સળંગ ત્રણ વખત પ્રથમ બોલ પર આઉટ થતાં જોયો છે. અમારી કારકિર્દીમાં પણ ખરાબ તબક્કા આવ્યા છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની કારકિર્દીમાં આવું થતું હોય છે.

ટી20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ હાલમાં નંબર વનના સ્થાને છે. પોન્ટિંગે ઉમેર્યું હતું કે, તેના છેલ્લા 12-18 મહિના ઘણા અદ્દભૂત રહ્યા છે. તમામ લોકો જાણે છે કે સૂર્યકુમાર યાદવ વ્હાઈટ-બોલ ક્રિકેટમાં શું કરી શકે છે. મને લાગે છે કે ભારતે તેને ટીમમાં યથાવત રાખવો જોઈએ કેમ કે તે એક એવો ખેલાડી છે જે તમને વર્લ્ડ કપ જીતાડી શકે છે. તેનું પ્રદર્શન કદાચ અસાતત્યપૂર્ણ છે પરંતુ તે તમને મોટી મેચો જીતાડી શકે છે. જેવું એન્ડ્રુ સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા માટે કર્યું હતું. હું મેચ વિનર ખેલાડીને ટીમમાં સામેલ કરીશ અને મારા મતે સૂર્યકુમાર મેચ વિનર ખેલાડી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *