હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
જાડેજાએ મજાક-મજાકમાં શું કહ્યું?
દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં 16 બોલ પર 21 રન અને એક વિકેટ ઝડપનારા રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે ‘જ્યારે હું સાતમા નંબર પર બેટિંગ કરવા માટે આવું છું ત્યારે દર્શકો નિરાશ થઈ જાય છે અને માહી ભાઈના નામના નારા લગાવે છે. કલ્પના કરો કે, જો હું બેટિંગ કરું છું ત્યારે તેઓ મારા આઉટ થવાની રાહ જુએ છે’, આટલું કહેતી વખતે તેના ચહેરા પર એક મોટું સ્મિત હતું. બીજી તરફ શાનદાર જીત બાદ પણ કેપ્ટન ધોની સંતુષ્ટ દેખાયો નહોતો અને પોતાના બેટિંગ યુનિટની ભૂલો ગણાવવા લાગ્યો હતો.
IPL: ધોનીસેનાનું ઓલ-રાઉન્ડ પ્રદર્શન, હોમગ્રાઉન્ડમાં ચેન્નઈએ દિલ્હીને હરાવ્યું
બેટ્સમેનના પર્ફોર્મન્સથી ખુશ નથી ધોની
બેટિંગમાં સીએસકેએ સારું પ્રદર્શન કરવું પડશે તેમ ધોનીએ કહ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે ‘મારું કામ ચોગ્ગા અને છગ્ગા ફટકારવાનું છે. હું જેટલા પણ બોલ રમું છું, તેમાં યોગદાન આપીને ખુશ છું. બીજા હાફમાં બોલ ટર્ન લઈ રહી હતી. અમારા સ્પિનરોએ બાઉન્ડ્રીનો પૂરતો ફાયદો ઉઠાવ્યો હતો. હું ઈચ્છતો હતો કે બોલર માત્ર વિકેટની શોધમાં ન રહે પરંતુ પોતાની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરે. બેટિંગ સારું કરી શક્યા હોત. કેટલાક તેવા શોર્ટ્સ હતા, જેને આ પિચ પર રમવા જોઈતા નહોતા. સારી વાત એ છે કે મોઈન અને જાડેજાને બેટિંગ કરવાની તક મળી. અંતિમ તબક્કા પહેલા તમામને બેટિંગની સારી પ્રેક્ટિસ થઈ ગઈ છે’.
IPL: સૂર્યકુમારના ઝંઝાવાતમાં ઉડ્યું બેંગલોર, જીત સાથે મુંબઈ ત્રીજા સ્થાને પહોંચ્યું
પ્લેઓફની રેસમાંથી દિલ્હી લગભગ બહાર
આઈપીએલની 55મી મેચ ચેન્નઈ અને દિલ્હી વચ્ચે બુધવારે (9 મે) ચેપોક મેદાનમાં રમાઈ હતી. ચેન્નઈએ 27 રનથી જીત મેળવી હતી અને આ સાથે સીઝનની તેની સાતમા જીત હતી, જેના કારણે ટીમ 15 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર યથાવત્ છે. તો દિલ્હી કેપિટલ્સનો પ્લેઓફની રેસની આ સફર હાર સાથે લગભગ ખતમ થઈ ગયું છે. તેનું પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે. દિલ્હી છેલ્લા 13 વર્ષથી ચેપોકમાં ચેન્નઈને હરાવવામાં નિષ્ફળ રહ્યું છે. સીએસકેના કેપ્ટન ધોનીએ ટોસ જીતને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં ચેન્નઈએ 20 ઓવરમાં આઠ વિકેટના નુકસાન પર 167 રન બનાવ્યા હતા. આ માટે સૌથી વધારે રન શિવમ દુએ (25) બનાવ્યા હતા. આ સિવાય ઋતુરાજ ગાયકવાડ અને અંબાતી રાયડૂએ પણ મુશ્કેલ વિકેટ પર સારી બેટિંગ કરી હતી. અંતમાં ધોનીની ઈનિંગ મહત્વપૂર્ણ સાબિત થઈ હતી. આ સિવાય દિલ્હી તરફથી મિશેલ માર્શે 3 વિકેટ લીધી હતી તો અક્ષર પટેલે 2 વિકેટ પોતાના નામે કરી હતી. ખલીલ અહેમદ, લલિત યાદવ અને કુલદીપ યાદવને 1-1 સફળતા મળી હતી. ચેપોકની પિચ પર દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં અને એક બાદ એક પેવેલિયન ભેગા થતાં ગયા. જેના કારણે આઠ વિકેટના નુકસાન પર 140 રન જ બનાવી શકી.
Read latest Cricket News and Gujarati News