ravindra jadeja, એક જ બોલમાં બે બેટ્સમેન આઉટ! જાડેજાએ કર્યું કંઈક એવું કે, અમ્પાયર પણ હસવાનું રોકી ન શક્યા - ravindra jadeja takes two wicket in onw ball in cks vs pkbs match

ravindra jadeja, એક જ બોલમાં બે બેટ્સમેન આઉટ! જાડેજાએ કર્યું કંઈક એવું કે, અમ્પાયર પણ હસવાનું રોકી ન શક્યા – ravindra jadeja takes two wicket in onw ball in cks vs pkbs match


ચેન્નઈઃ પંજાબ સામે ભલે પોતાના ઘરમાં ચેન્નઈ સુપરકિંગ્સને હારી ગઈ, પરંતુ રવિન્દ્ર જાડેજાએ ફરી એકવખત પોતાના ખેલથી દિલ જીતી લીધું. ગત સીઝનમાં સીએસકેનો કેપ્ટન રહી ચૂકેલો જાડેજા આ વખતે ખેલાડી તરીકે રમી રહ્યો છે. શાનદાર ઓલરાઉન્ડર જાડેજા બોલિંગમાં કેટલો ખતરનાક છે, એ વાત કોઈનાથી છૂપી નથી. તે ઘણી વખતે એવું કારનામું કરી જાય છે, જે બધાને આશ્ચર્યમાં મૂકી દે છે. કદાચ એટલે જ ધોનીએ તેને ‘સર જાડેજા’નું બિરુદ આપ્યું છે. હવે જાડેજાએ એક દડા પર બે-બે વિકેટ ઝડપી બધાને ચોંકાવી દીધા હતા. અમ્પાયર પણ પોતાને રિએક્ટ કરતા રોકી શક્યા નહીં. હકીકતમાં જાડેજાએ ઝડપી તો એક જ વિકેટ હતી, પણ બીજા બેટ્સમેનને આઉટ કરવાનો તેણે મજાકમાં પ્રયાસ કર્યો હતો.

હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો

પહેલા બેટિંગ કરતા ચેન્નઈએ 200 રનનો સ્કોર ખડક્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબની ટીમના ધવન અને પ્રભસિમરને 26 દડામાં 50 રનની ભાગીદારી કરી ઝડપી શરૂઆત કરી હતી. દેશપાંડેએ પાંચમી ઓવરમાં ચોગ્ગો ખાધા પછી ધવનને કેચ આઉટ કરાવ્યો. પાવરપ્લેમાં ટીમનો સ્કોર એક વિકેટ 62 રન હતો. પ્રભસિમરનએ 8મી ઓવરમાં મોઈન અલીની સામે બીજો છગ્ગો લગાવ્યો, પરંતુ તે પછીની ઓવરમાં રવિન્દ્ર જાડેજાની ફિરકીમાં ફસાઈ ગયો અને મહેન્દ્ર સિંહ ધોનીએ સ્ટમ્પ કરવામાં કોઈ ભૂલ ન કરી. અથર્વ તાયડે (17 બોલમાં 13 રન) 11મી ઓવરમાં દડો જાડેજાના હાથમાં જ આપી બેઠો. આ જ દડે લિયામ લિવિંગસ્ટોનને તેણે આઉટ કર્યો, પણ એ એક મજાક હતી.

પહેલા કેચ પછી રન આઉટ
હકીકતમાં, પોતાના જ ફોલો થ્રુમાં અથર્વ તાયડેનો સરળ કેચ ઝડપ્યા પછી જાડેજાને મજાક કરવાનો મૂડ થઈ ગયો. તે તાયડેને માત્ર બાઈડ બોલિંગ કરી રહ્યો હતો, આખરે આ વાર નિશાન પર લાગ્યું. 17 દડામાં 13 રન બનાવી એક રિટર્ન કેચ આપી બેઠો. કેચ લીધા પછી જાડેજાએ જોયું કે, નોન સ્ટ્રાઈક એન્ડ પર રહેલો લિયામ લિવિંગસ્ટોન ક્રીઝની બહાર છે, એવામાં જાડેજાએ મજાક-મજાકમાં તેને પણ રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો. અમ્પાયર પણ હસવાનું રોકી શક્યા નહીં. આઉટ થતા પહેલા લિયામ લિવિંગસ્ટોને 24 દડામાં 40 રન બનાવ્યા. 16મી ઓવરમાં તેણે ત્રણ છગ્ગા ફટકારી મેચ પંજાબ તરફ કરી નાખી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *