prithwi shaw fly to england, ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળતા ઈંગ્લેન્ડ પહોંચી ગયો પૃથ્વી શૉ, આ ટીમ માટે કરશે ડેબ્યૂ - prithvi shaw went to england he will play there in county

prithwi shaw fly to england, ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળતા ઈંગ્લેન્ડ પહોંચી ગયો પૃથ્વી શૉ, આ ટીમ માટે કરશે ડેબ્યૂ – prithvi shaw went to england he will play there in county


દિલ્હીઃ પહેલા વેસ્ટ ઈન્ડિઝ અને પછી આયરલેન્ડ ટૂર માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી ન થતા પૃથ્વી શોએ ઇંગ્લેન્ડ જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તોફાની ઓપનિંગ બેટ્સમેન નોર્થેમ્પટનશર કાઉન્ટી ક્રિકેટ ક્લબ ( NCCC) સાથે કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કરશે. ટીમ ઈન્ડિયાના 23 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શો હવે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમતો નજરે પડશે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે પૃથ્વી શો થોડા સમય પહેલા ઇંગ્લેન્ડ પહોંચ્યો હતો પરંતુ કોઈ કારણોસર તેની સફરમાં મોડુ થયું હતું.

પૃથ્વી શો કપિલ દેવની યાદીમાં સામેલ થશે
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે હવે પૃથ્વી શો કાઉન્ટી ક્રિકેટમાં ડેબ્યૂ કરવા માટેની તૈયારીઓ કરી રહ્યો છે. આ ટીમથી ભારતના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવનું પણ ખાસ કનેક્શન છે. તેઓ પણ આ કાઉન્ટીથી રમી ચૂક્યા છે. NCCCના મુખ્ય કાર્યકારી રે પાયને કહ્યું કે મને આ જણાવી આનંદ થઈ રહ્યો છે કે પૃથ્વી શો યૂકે પહોંચી ગયા છે. તે શુક્રવાર 4 ઓગસ્ટથી આયોજિત વનડે કપમાં ભાગ લેશે.

દેવધર ટ્રોફી ન રમવાનો નિર્ણય કર્યો હતો
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વી શોએ બીસીસીઆઈ પાસેથી એનઓસી મેળવી લીધી છે અને પછી તેણે પડુચેરીમાં ચાલી રહેલી દેવધર ટ્રોફી ઈન્ટર ઝોનલ વનડે ચેમ્પિયનશિપ છોડી દેવાની અનુમતિ મળી ગઈ હતી. વનડે કપ, ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં 50 ઓવર્સની પ્રતિયોગિતા છે, જે મંગળવારે શરૂ થવા જઈ રહી છે. નોર્થમ્પટનશર સ્ટીલબેક્સે પોતાની પહેલી મેચ ચેલ્ટનહેમ કોલેજ, ચેલ્ટનહેમમાં ગ્લોસ્ટરશર વિરૂદ્ધ શુક્રવારે રમી છે.

પૃથ્વી શોએ શાનદાર અંદાજમાં ઈન્ટરનેશનલ કરિયર શરૂ કર્યું હતું
23 વર્ષીય પૃથ્વી શો સ્ટીલબેક્સ ટીમમાં ડેવિડ વિલી અને એન્ડ્ર્યૂ ટાઈ જેવા ખેલાડીઓ સાથે સામેલ થશે. પૃથ્વી શોએ 18 વર્ષની ઉંમરમાં વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ સદી ફટકારી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ ત્યારપછી તે બેટિંગમાં પોતાની લય ગુમાવી બેઠો હતો અને આ યાદગાર ઈનિંગ પછી 6 વનડે અને 1 T20 ઈન્ટરનેશનલ સિવાય ચાર ટેસ્ટ મેચ જ રમી શક્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *