પૃથ્વી શોએ તકનો લાભ ઉઠાવવો પડશે
ઉલ્લેખનીય છે કે પૃથ્વી શો પાસે વિરેન્દ્ર સહેવાગની જેમ શાનદાર શોટ્સ રમવાની કળા છે. તે પાવરપ્લેમાં ટીમનો સ્કોર વધારી શકે છે. ત્યારે હવે આ સિઝનમાં એક ઓપનર તરીકે તેની પાસે ઘણી તકો રહેલી છે. નોંધનીય છે કે આ ખેલાડી પાવરપ્લેમાં 160થી વધુની સ્ટ્રાઈક રેટથી તે રમી રહ્યો છે. કારણ કે ઓપનિંગમાં અન્ય ઈન્ટરનેશલ ખેલાડીની વાત કરીએ તો શો જેટલી એવરેજ છે. પરંતુ સ્ટ્રાઈક રેટ જે છે તે પૃથ્વી શોનો સૌથી વધારે છે. એટલે કે જે ગતિથી રન બનાવી સામેના બોલરને પ્રેશરમાં મુકવો જોઈએ એની પકડ પૃથ્વી શોની સૌથી વધુ મજબૂત છે.
પાવરપ્લે પછી પૃથ્વી શો ફ્લોપ
U19 ટીમના યુવા ટેલેન્ટેડ ખેલાડી પૃથ્વી શોની વાત કરીએ તો તેની પાસે આક્રમક રમત રમવાની કાબિલિયત છે. આનો ફાયદો IPLની દિલ્હી કેપિટલ્સની ટીમ તથા ભારતીય ટીમને થઈ શકે છે. પરંતુ તે પાવરપ્લેમાં આક્રમક ઈનિંગ રમ્યા પછી અચાનક મિડલ ઓવર્સમાં ફ્લોપ થઈ જાય છે. છેલ્લી સિઝનના 20થી વધુ ઈનિંગની વાત કરીએ તો પૃથ્વી શો મોટાભાગે 30+ રનનો સ્કોર નોંધાવી દેતો હોય છે. પરંતુ ત્યારપછી ફિફ્ટી ફટકારી શકતો નથી.
T20માં રણનીતિ બદલવામાં નિષ્ફળ
પૃથ્વી શોનો અપ્રોચ પર નજર કરીએ તો અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે T20માં પોતાની રણનીતિ બદલવામાં નિષ્ફળ રહ્યો છે. કારણ કે આ ગેમમાં દરેક બોલ પર સિક્સ કે ફોર મારવી યોગ્ય ન ગણાય. જ્યારે પાવરપ્લે શરૂ હોય ત્યારે એનો ફાયદો ઉઠાવી ત્યારપછી મિડલ ઓવરમાં સિંગલ- ડબલ અને ફોર દ્વારા સ્કોરબોર્ડ રોટેટ કરવાનો રહે છે. નોંધનીય છે કે પૃથ્વી શો પાવરપ્લેમાં જ જોરદાર બેટિંગ કરી દે છે પરંતુ જોતજોતામાં વધારે આક્રમક થવા જતા મોટાભાગે વિકેટ ફેંકીને આવતો રહે છે.
પૃથ્વી શો શાનદાર બેટર છે તે જો મિડલ ઓવર્સ સુધી ક્રિઝ પર રહે તો સામેની ટીમના પરસેવા છોડાવી દેવા સક્ષમ છે. આ દરમિયાન સિંગલ ડબલ અને સ્ટ્રાઈક રોટેશન પર આ ખેલાડી ભાર આપે તો શાનદાર પ્રદર્શન કરી શકે છે.
રિકી પોન્ટિંગનું માર્ગ દર્શન રહેશે ગેમ ચેન્જર
ઉલ્લેખનીય છે કે રિકી પોન્ટિંગના માર્ગ દર્શનમાં રિષભ પંત પણ તૈયાર થયો છે. દિલ્હી કેપિટલ્સમાં હવે પૃથ્વી શો પાસે પણ સારુ પ્રદર્શન કરી રિકી પોન્ટિંગ જેવા દિગ્ગજ પાસેથી સૂચનોનો લાભ લેવાની જરૂર છે. નોંધનીય છે કે આ સિઝનની ઓછામાં ઓછી 14 મેચમાં જો પૃથ્વી શોને તક મળી તો તે સારુ પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં પણ ટિકિટ મેળવી શકે છે.
જેથી કરીને આગામી T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ યુવાનોને વધુ તક આપી શકે છે. આવામાં પૃથ્વી શોનું ટીમમાં હોવું ગેમ ચેન્જર રહી શકે છે. જેથી કરીને આ IPLમાં ટીમના સિલેક્ટર્સ અને ફેન્સની નજર પૃથ્વી શોના પ્રદર્શન પર જરૂર રહેશે. કારણ કે જો આમાં તે સારુ પ્રદર્શન ન કરી શક્યો તો આગળની મેચોમાં અન્ય યુવા ખેલાડી બાજી મારી શકે છે.