Pat Cummins: ભારત પ્રવાસ પહેલા મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા, વનડે સિરીઝથી બહાર થઈ શકે છે આ સ્ટાર - australia in trouble before india tour pat cummins may be out of odi series

Pat Cummins: ભારત પ્રવાસ પહેલા મુશ્કેલીમાં ઓસ્ટ્રેલિયા, વનડે સિરીઝથી બહાર થઈ શકે છે આ સ્ટાર – australia in trouble before india tour pat cummins may be out of odi series


સિડનીઃ ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને આવતા મહિને ભારતના પ્રવાસ પહેલા મોટો ઝટકો લાગી શકે છે. ઑસ્ટ્રેલિયન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સને કાંડાને ઈજા પહોંચી હોવાથી ત્રણ મેચની વનડે શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. જોકે, ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ હજી સુધી પેટ કમિન્સની ઈજા અંગેની વિગતો જાહેર કરી નથી. કમિન્સે હવે દક્ષિણ આફ્રિકા અને ભારત (ત્રણ મેચની વનડે શ્રેણી) પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરવાનું છે. વનડે વર્લ્ડ કપ પહેલા 22 સપ્ટેમ્બરથી મોહાલીમાં શ્રેણી શરૂ થશે. ‘સિડની મોર્નિંગ હેરાલ્ડ’ અનુસાર, ‘આ મામલાની જાણકારી ધરાવતા બે સૂત્રોએ ગોપનીયતાની શરતે જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફે ફ્રેક્ચરની શક્યતાને નકારી નહતી.’ ફાસ્ટ બોલરને ગયા અઠવાડિયે ઓવલ ખાતે અંતિમ એશિઝ ટેસ્ટના પ્રથમ દિવસે તેના કાંડામાં ઈજા થઈ હતી. તેણે આ મેચમાં કાંડા પર પટ્ટી બાંધીને રમવાનું ચાલુ રાખ્યું.કમિન્સને બેટિંગમાં પડતી હતી મુશ્કેલી
આ ઈજાને કારણે ઑસ્ટ્રેલિયાનો ખેલાડી પેટ કમિન્સની બોલિંગમાં કોઈ અવરોધ ન આવ્યો, પરંતુ તે બેટિંગ કરતી વખતે મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ સહિત 2 મહિનામાં 6 ટેસ્ટ રમ્યા બાદ કમિન્સને થોડો સમય રજા મળવાની અપેક્ષા છે. સીએ (ક્રિકેટ ઑસ્ટ્રેલિયા) આગામી સપ્તાહે ઑસ્ટ્રેલિયાની આગામી વ્હાઈટ બોલ મેચો માટે ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ભારતનો પ્રવાસ પણ સામેલ છે. જોકે, કમિન્સની ઈજા અંગે સત્તાવાર કોઈ માહિતી સામે નથી આવી.

ઑસ્ટ્રેલિયાની ટીમ આવશે ભારત
કમિન્સની ગેરહાજરીમાં મિશેલ માર્શ ટીમનું નેતૃત્વ કરી શકે છે. ઑલરાઉન્ડર ઑસ્ટ્રેલિયાનો ટી20 કેપ્ટન બનવાની પણ દોડમાં છે. સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં કમિન્સની ગેરહાજરીમાં ઑસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું. ઑસ્ટ્રેલિયા 30 ઑગસ્ટથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ ટી 20 ઇન્ટરનેશનલ અને 5 વનડે મેચ રમવાનું છે, ત્યારબાદ તેઓ વનડે માટે ભારત જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *