Today News

pat cummins, હવે એશિઝમાં થશે અન્ડરઆર્મ બોલિંગ! લોર્ડ્સમાં વિજય બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનું વિચિત્ર નિવેદન – ashes 2023 underarm bowling next australia captain pat cummins has a savage response

pat cummins, હવે એશિઝમાં થશે અન્ડરઆર્મ બોલિંગ! લોર્ડ્સમાં વિજય બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનું વિચિત્ર નિવેદન - ashes 2023 underarm bowling next australia captain pat cummins has a savage response


ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની બીજી મેચ નાટકીય અંદાજમાં સમાપ્ત થઈ. ઓસ્ટ્રેલિયાએ મેચના અંતિમ દિવસે ઈંગ્લેન્ડને 43 રને પરાજય આપ્યો હતો. આ સાથે પેટ કમિન્સની ટીમે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં 2-0થી સરસાઈ મેળવી લીધી. જ્યારે કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સ ભારે ડ્રામા વચ્ચે જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો ત્યારે તેણે પત્રકારોના આકરા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. તેની ખેલદિલી પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. દરમિયાન એક સવાલના જવાબમાં જેના કારણે ત્યાં હાજર તમામ લોકો સ્તબ્ધ કરી થઈ ગયા હતા. જોકે કમિન્સના જવાબથી ત્યાં હાજર રહેલા તમામ લોકો હસી પણ પડ્યા હતા. બાદમાં તેની હાજર જવાબી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી છે.

એક અંગ્રેજ પત્રકારે પહેલા કમિન્સને પૂછ્યું હતું કે, શું તે ક્રિકેટની ભાવનામાં વિશ્વાસ રાખે છે, જેના જવાબમાં તેણે હા કહ્યું હતું. ત્યારપછી તેને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, શું તેની ટીમ પાંચમા દિવસે જોની બેરસ્ટોના વિવાદાસ્પદ આઉટ થયા પછી જીતવા માટે અંડરઆર્મ બોલિંગ કે માંકડ (નોન-સ્ટ્રાઈકર છેડે બોલર દ્વારા કરવામાં આવતો રનઆઉટ)નો આશરો લેશે. ઓસ્ટ્રેલિયાના કપ્તાન કમિન્સે આ સવાલનો જવાબ આપ્યો હતો કે, તે તેના પર નિર્ભર કરશે કે વિકેટ કેટલી સપાટ છે અને તે વિકલ્પ તેઓ પસંદ કરે છે! કમિન્સે કહ્યું હતું કે તે રમતના કાયદામાં છે અને યોગ્ય પણ છે.

શું છે સમગ્ર મામલો?
ઈંગ્લેન્ડનો વિકેટકીપર બેટર બેરસ્ટો મેચના અંતિમ દિવસે વિવાદનું કેન્દ્ર બની ગયો હતો. બેરસ્ટો 52મી ઓવરમાં કેમેરોન ગ્રીનની બોલને ડક કર્યા બાદ ક્રિઝની બહાર નીકળી ગયો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયાના વિકેટ-કીપર એલેક્સ કેરીએ સ્ટમ્પ પર સીધો થ્રો માર્યો હતો અને ઉજવણી કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી બેરસ્ટો ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. થર્ડ અમ્પાયરની મદદ લેવામાં આવી હતી અને તેણે બેયરસ્ટોને આઉટ આપ્યો હતો. જેના કારણે મેદાન પર હાજર ઈંગ્લેન્ડના ચાહકો નારાજ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચ 43 રને જીતી લીધી હતી. ચાહકો અને ટીકાકારો બેરસ્ટોને જે રીતે આઉટ કરવામાં આવ્યા હતા તેના પર અલગ-અલગ મત ધરાવે છે. મેચ પૂરી થયા બાદ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કહ્યું હતું કે મેચ જીતવા માટે તે આ પ્રકારે આઉટ કરશે નહીં.

Exit mobile version