ઈંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરમાં જન્મેલા આદિલ રાશિદના પૂર્વજ 1967માં મીરપુરથી ઈંગ્લેન્ડ શિફ્ટ થયા હતા. જોકે, અંગ્રેજ હોવા છતાં આદિલ રાશિદનો પાકિસ્તાન પ્રેમ ઓછો નથી થયો અને તેથી જ બાબર આઝમ તેનો મનપસંદ શિકાર રહ્યો છે. આ મેચ પહેલા રાશિદે બાબર આઝમને ત્રણ વખત આઉટ કર્યો હતો. જ્યારે રાશિદ વિરુદ્ધ બાબર આઝમે 61 બોલમાં 126.22ની સ્ટ્રાઈક રેટ સાથે 77 રન જ નોંધાવી શક્યો છે. બાબર આઝમ રાશિદના ગુગલી બોલને યોગ્ય રીતે સમજી શકતો નથી. ફાઈનલમાં પણ આવું જ જોવા મળ્યું હતું. તે આદિલ રાશિદનો શિકાર બન્યો હતો. બાબર આઝમે 28 બોલમાં 32 રન નોંધાવ્યા હતા.
ગુગલી બાબર આઝમની સૌથી મોટી નબળાઈ
આદિલ રાશિદે 12 ઓવરનો પ્રથમ બોલ ગુગલી ફેંક્યો હતો. બાબર તેને સમજી શક્યો ન હતો. ઓફ સ્ટમ્પની નજીકનો લેન્થ બોલ પડ્યા બાદ અંદર આવ્યો હતો. બેકફૂટ પર જઈને શોટ લગાવવાના ચક્કરમાં બાબર આઝમના બેટ પર બોલ સારી રીતે અડ્યો ન હતો. રાશિદે પોતાના જ બોલ પર બાબર આઝમનો આસાન કેચ કર્યો હતો. આઝમ આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટે 84 રન હતો.