જો ટેક્નિકલી જોઈએ તો હજુ પાકિસ્તાન T20 વર્લ્ડકપમાંથી સંપૂર્ણ રીતે બહાર થયું નથી. હજુ પણ તેની પાસે એક તક છે. હાલમાં ગ્રુપ-2ના પોઈન્ટ ટેબલ્સમાં તે 5મા નંબરે છે, જ્યારે દક્ષિણ આફ્રીકા અને ઝિમ્બાબ્વે ક્રમશઃ બીજા અને ત્રીજા નંબરે છે. બાંગ્લાદેશ ચોથા નંબર પર છે. આ તમામ ટીમોએ 2-2 મેચ રમવાની છે અને હજુ 3 મેચ બાકી છે.
પાકિસ્તાન સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરી શકશે?
હવે આપણે મિલિયન ડૉલરના સવાલ પર આવી ગયા છીએ- શું ઝિમ્બાબ્વે અને ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાન ક્વોલિફાય કરી શકશે કે નહીં? આ સવાલનો જવાબ સરળ નથી.
તમામ ત્રણ મેચ જીતવી પડશેઃ હવે એ જોવાનું છે કે આગામી ત્રણ મેચમાં પાકિસ્તાન શું કરે છે? આ ત્રણે મેચ જીતવી પડશે અને સારા પોઈન્ટ્સ મેળવવા પડશે.
ભારત-સાઉથ આફ્રીકામાંથી એક ટીમ 6થી ઓછા પોઈન્ટ્સ મેળવેઃ માત્ર 3 મેચ જીતવાની સાથે સેમિફાઈનલમાં જવું ફાઈનલ નહીં થઈ શકે પરંતુ ટોપ પર રહેલી બે ટીમો ભારત અને સાઉથ આફ્રીકા પોઈન્ટ ટેબલ પર 6 પોઈન્ટ્સથી નીચે રહેવી જોઈએ, જેની સંભાવના ઓછી છે. જોકે, હજુ પાકિસ્તાન પાસે સેમિફાઈનલમાં જગ્યા બનાવવાની તક છે, પરંતુ સંપૂર્ણ રીતે અશક્ય જેવું છે. એટલે કે પાકિસ્તાન લગભગ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.
આ રીતે સમજો સંપૂર્ણ કનેક્શનઃ
1. પાકિસ્તાન સેમિફાઈનલ ક્વોલિફિકેશન રેસમાં હજુ નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે.
2. ભારતે બાકી રહેલી ત્રણે મેચમાં જીત મેળવવી પડશે. બીજી તરફ દક્ષિણ આફ્રીકાની ટીમ ત્રણમાંથી બે મેચ હારે તે જરુરી છે, જેમાં તેની મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે થવાની છે.
3. આ સાથે ઝિમ્બાબ્વે ઓછામાં ઓછી બે મેચ હારે તે જરુરી છે. જેની ભારત અને નેધરલેન્ડ સામે તથા બાંગ્લાદેશ સામે મેચ થવાની છે.
અન્ય ટીમોની શું છે સ્થિતિ?
ભારતે બે મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલ પર ટોપ પર પહોંચી ગયું છે. ભારતનું એક જીત બાદ સેમિફાઈનલમાં પહોંચવાનું પાક્કું થઈ જશે. એટલે કે ભારતે ત્રણમાંથી માત્ર એક જ મેચ જીતવી પડશે.
ENG Vs AUS: વનડે ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મેચ થવાની છે. જે ટીમ હારશે તેનું પરત જવાનું પાક્કું થઈ જશે. બન્ને ટીમો 1-1 પોઈન્ટ ગુમાવી ચૂકી છે.