વિરાટ-અનુષ્કાએ દુબઈમાં નવા વર્ષની ઉજવણી કરી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દીકરી વામિકા સાથે દુબઈમાં રજાઓ ગાળી રહ્યા છે. તેમણે હાલમાં જ વેકેશનની ઝલક બતાવવાની સાથે 2022નો છેલ્લો સૂર્યોદય બતાવ્યો હતો. હવે વિરાટે પાર્ટીની તસવીરો શેર કરી છે. જેમાં અનુષ્કા શર્મા બ્લેક રંગના આઉટફિટમાં સુંદર લાગી રહી છે. વિરાટે ઓલ વ્હાઈટ લૂક અપનાવ્યો હતો. ક્રિકેટરે આ તસવીરો શેર કરતાં લખ્યું, “❤️ 2023.”