Naadi Doshમાં Yash Soni સાથે છે Janki Bodiwalaના ઈન્ટિમેટ સીન, કેવી રીતે શૂટ કરવામાં આવ્યા એક્ટ્રેસે જણાવ્યું - janki bodiwala spoke about romancing and intimate scenes with yash soni in naadi dosh

Naadi Doshમાં Yash Soni સાથે છે Janki Bodiwalaના ઈન્ટિમેટ સીન, કેવી રીતે શૂટ કરવામાં આવ્યા એક્ટ્રેસે જણાવ્યું – janki bodiwala spoke about romancing and intimate scenes with yash soni in naadi dosh


જાનકી બોડીવાલાએ (Janki Bodiwala) તેની અપકમિંગ ફિલ્મ ‘નાડીદોષ’ની (Naadi Dosh) જાહેરાત કરી ત્યારથી ચર્ચામાં છે, જેમાં તે ફરી એકવાર યશ સોની (Yash Soni) સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે. હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતાં એક્ટ્રેસે ફિલ્મમાં ઈન્ટિમેટ સીન શૂટ કરવા તે કેવી રીતે કમ્ફર્ટેબલ હતા તેના વિશે વાત કરી હતી. જાનકી બોડીવાલા, જે ચાર વર્ષ બાદ યશ સોની સાથે કામ કરી રહી છે તેણે કહ્યું હતું કે, ‘યશ સાથે કામ કરવાની ઘણી મજા આવી. મને તેમ સહેજ પણ ન લાગ્યું કે અમે ચાર વર્ષ બાદ સાથે કામ કરી રહ્યા છીએ. પર્ફોર્મ કરતી વખતે અમારે વધારે મહેનત નહોતી કરવી પડી’.

સફળ ફિલ્મો આપનારા યશ સોનીનો ખતમ નથી થયો આર્થિક સંઘર્ષ, સૌથી વધુ ખૂંચે છે એક વાત
‘નાડીદોષ’માં યશ સોની સાથે જાનકી બોડીવાલાના કેટલાક ઈન્ટિમેટસીન પણ છે. તેના વિશે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું હતું કે ‘ઈન્ટિમેટ સીન પર્ફોર્મ કરવા આમ તો કમ્ફર્ટેબલ હતા કારણ કે તે સુંદર રીતે લખવામાં અને કોરિયોગ્રાફ કરવામાં આવ્યા હતા’.


‘શૂટિંગના અનુભવ વિશે કહું તો, તે સુપર ફન હતું અને થોડું હેક્ટિક પણ. મારે ઉંઘ અને નાઈટ શિફ્ટ વચ્ચે ઘણી સમજૂતી કરવી પડી હતી પરંતુ કેમેરા પાછળ ક્રૂ મેમ્બર્સ સાથે ખૂબ મસ્તી કરી હતી. ગોવાનું શિડ્યૂલ સૌથી બેસ્ટ હતું’, તેમ જાનકી બોડીવાલાએ અંતમાં ઉમેર્યું હતું.

જાનકી બોડીવાલા સાથેના અફેર વિશે યશ સોનીએ કર્યો ઘટસ્ફોટ, જાણીને તૂટી ગયું ફેન્સનું દિલ
આ મહિનાની શરૂઆતમાં જાનકી બોડીવાલા અને યશ સોનીએ તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એકબીજા સાથેની તસવીર શેર કરી હતી અને તેઓ રિલેશનશિપમાં હોવાની હિંટ આપી હતી. જો કે, તેના એક-બે દિવસ બાદ એક્ટર્સની પોસ્ટ તેમની ફિલ્મ ‘નાડીદોષ’ માટે હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બંને વચ્ચે આખરે શું ચાલી રહ્યું છે તે જાણવાનો અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ પ્રયાસ કર્યો ત્યારે યશે જણાવ્યું હતું કે, તે અને જાનકી ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. જાનકી સાથે કામ કરવાની તેને મજા આવે છે. પરંતુ, તેઓ માત્ર મિત્રો છે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે બધાને તેમના વિશે જણાવશે. જણાવી દઈએ કે, જાનકી બોડીવાલા અને યશ સોનીએ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં કામ કર્યું હતું, જેમાં બંને એકબીજાની ઓપોઝિટમાં હતી. ફિલ્મને બોક્સઓફિસ પર સફળતા મળી હતી.



Leave a Comment

Your email address will not be published. Required fields are marked *