તે ઉપરાંત સંદીપ 66 ફર્સ્ટ ક્લાસ 69 લિસ્ટ એ અને 68 ટી-20 મેચ રમી ચૂક્યો છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સંદીપ વારિયરે 2.83ના ઈકોનોમી રેટથી 217 વિકેટ ઝડપી છે. તો, લિસ્ટ એમાં તેના નામે 83 વિકેટ નોંધાયેલી છે. તો, ટી-20માં સંદીપે કુલ 62 વિકેટ ઝડપી છે.
બુમરાહ લાંબા સમયથી ઈજાગ્રસ્ત છે. બુમરાહ છેલ્લે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ક્રિકેટના મેદાનમાં ઉતર્યો હતો. તે પછી તે સતત ટીમથી બહાર રહ્યો છે. જોકે, આ દરમિયાન એવું મનાતું હતું કે, બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયામાં પાછો જોવા મળશે. તેના માટે સ્ક્વોડમાં તેના નામની જાહેરાત પણ થઈ હતી, પરંતુ કમનસીબે તે સંપૂર્ણ રીતે ફીટ ન હોવાથી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર થઈ ગયો હતો. તે પછી અચાનક મુંબઈએ જાહેરાત કરી કે, તે આઈપીએલ 2023માં નહીં રમી શકે. મુંબઈ ઈન્ડિયન્સ માટે આ કોઈ મોટા ઝટકાથી ઓછું ન હતું. આઈપીએલમાં બુમરાહનો મુંબઈ માટે શાનદાર રેકોર્ડ રહ્યો છે. મુંબઈ માટે બુમરાહે આ લીગમાં અત્યાર સુધી કુલ 120 મેચ રમીને 145 વિકેટ પોતાના નામે કરી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ (Mumbai Indians Squad): રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, પીયૂષ ચાવલા, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, સંદીપ વોરિયર, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, ઋતિક શૌકીન, જેસન બેહરેનડોફ, ડ્યુન જોનસન, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, નેહલ વાઢેરા, રાઘવ ગોયલ, ઝેટ રિચર્ડસન, આકાશ મધવાલ.