આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈના ડેનિયલ સેમ્સે 35 રન આપ્યા હતા. આ આઈપીએલમાં મુંબઈના બોલરની સૌથી મોંઘી ઓવર રહી હતી. જ્યારે અર્જૂન તેંડુલકર પણ હવે આ યાદીમાં સામેલ થઈ નંબર 2 પર આવી ગયો છે. તેણે એક જ ઓવરમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગા આપ્યા હતા. સાથે જ તેની જ ઓવરમાં સિંગલ, વાઈડ અને નો બોલથી 3 રન બન્યા હતા.
ભુવનેશ્વરની વિકેટ લેતા થઈ હતી ઉજવણી
આ યાદીમાં વધુ એક નામ આવે છે તે છે પવન સુયાલ. આ ખેલાડીઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આઈપીએલ 2014માં એક ઓવરમાં 28 રન આપ્યા હતા. જ્યારે વર્ષ 2017માં પંજાબ સામેની મેચમાં મિશેલ મેક્લેનઘનની ખૂબ ધોલાઈ થઈ હતી. તેણે એક ઓવરમાં 28 રન આપ્યા હતા. ઉપરાંત વર્ષ 2019માં રાજસ્થાન રોયલ્સ સામે અલ્ઝારી જોસેફે એક ઓવરમાં અધધ 28 રન આપ્યા હતા. આ જ સિઝનમાં આઈપીએલ ડેબ્યુ કરતા તેણે 6 વિકેટ પણ લીધી હતી. મહત્વનું છે કે, તાજેતરમાં જ અર્જૂન તેંડુલકરે બીજી મેચમાં પહેલી વિકેટ લેતા તે ચર્ચામાં આવ્યો હતો. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારને આઉટ કર્યો હતો. ત્યારબાદ તમામ લોકોએ તેને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સચિન તેંડુલકરે પણ અર્જૂનની છાતી પર મેડલ લગાવ્યો હતો. આ મેચમાં અર્જૂને શરૂઆતમાં સારી બોલિંગ કરી હતી. સાથે જ અંતમાં પણ તેને બોલિંગ આપવામાં આવતા તેણે ભુવનેશ્વર કુમારને આઉટ કરી નાખ્યો હતો.