હવે વોટ્સએપ પર મેળવો દરેક મહત્વના અપડેટ્સ, અમારી સાથે જોડાવવા આ લિંક પર ક્લિક કરો
મથીશા પર ગુસ્સે થયો ધોની
ઘટના રાજસ્થાન રોયલ્સની ટીમ બેટિંગ કરી રહી હતી તે વખતની છે, તેના ખેલાડીઓ ચેન્નઈના બોલરને બરાબરના ધોઈ રહ્યા છે. જેનાથી વિકેટકીપિંગ કરી રહેલો ધોની પરેશાન થઈ ગયો હતો. તેવામાં તેનો ગુસ્સો પણ બહાર નીકળી હતો. તેના ગુસ્સાનો ભોગ બીજું કોઈ નહીં પરંતુ શ્રીલંકાનો યુવા બોલર મથીશા પથિરાના પર નીકળ્યો હતો. માહી પાસે રાજસ્થાનના બેટ્સમેનન રન આઉટ કરવાની સારી તક હતી, બોલ થ્રો પણ કરવામાં આવ્યો હતો પરંતુ મથીશા વચ્ચે આવી ગયો હતો અને બેટ્સમેન બચી ગયો હતો. તે વચ્ચે આવી જતાં ધોની લાલઘૂમ થયો હતો, તેના રિએક્શનનો વીડિયો સામે આવ્યો છે. માત્ર મશીશા જ નહીં પરંતુ મોઈન અલી અને શિવમ દુબે પણ તેમની સુસ્ત ફીલ્ડિંગના કારણે ઝપેટમાં આવ્યા હતા.
IPL: ધોનીના ધૂરંધરો રહ્યા ફ્લોપ, ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી રાજસ્થાન રોયલ્સ ટોચ પર પહોંચ્યું
મેચ બાદ એકદમ શાંત દેખાયો ધોની
મેચ ખતમ થયા બાદ ધોનીએ કહ્યું હતું કે ‘તેમણે સ્પર્ધાત્મક સ્કોર કરતાં વધુ સ્કોર કર્યો હતો. અમે તેમને પહેલી છ ઓવરમાં ઘણા રન બનાવવા દીધા હતા. તે જ સમય તો વિકેટ લેવાનો હતો. બોલરોએ વચ્ચેની ઓવરમાં સારી બોલિંગ કરી હતી પરંતુ ઘણા બોલ બાઉન્ડ્રી બહાર ગયા હતા. આવું ઘણીવાર થયું હતું અને તેની અસર સ્કોર પર પડી હતી’. આ સાથે ઉમેર્યું હતું કે ‘અમે બેટિંગમાં પાવર પ્લેમાં સારી શરૂઆત કરી શક્યા નહીં’. મથીશાના ચાર ઓવરમાં 48 રન ખર્ચવા પર તેણે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે તેણે ખરાબ બોલિંગ કરી નહોતી. જો કે, સારી પણ નહોતી કરી. કોણે કેટલી સારી બોલિંગ કરી તે સ્કોરબોર્ડ દર્શાવતું નથી’.
મુંબઈ ઈન્ડિયન્સ અને રોહિત શર્માના કંગાળ પ્રદર્શન બાદ ગાવસ્કરે આપી મહત્વની સલાહ
ધોનીએ યશસ્વીના કર્યા વખાણ
ધોનીએ વિરોધી ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વીના વખાણ કર્યા હતા, જેણે 77 રન બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે ‘યશસ્વીએ હકીકતમાં સારી બેટિંગ કરી હતી, બોલરોને નિશાન બનાવવા અને જોખમ લેવું મહત્વપૂર્ણ હતું. અંતમાં ધ્રુવ જુરેલે સારી બેટિંગ કરી હતી પરંતુ મને લાગે છે કે શરૂઆતની છ ઓવરમાં અમને પકડ ગુમાવી હતી’. તો સવાઈ માનસિંહ સ્ટેડિયમના સંદર્ભમાં કહ્યું હતું ‘આ ખાસ જગ્યા છે. વિશાખાપટ્ટનમમાં મારી પહેલી વનડેની સદીએ મને 10 મેચ આપી હતી પરંતુ અહીંયા જે મેં જ 183 રન બનાવ્યા તેમાં વધુ એક વર્ષ મળી ગયું. અહીંયા આવીને સારું લાગી રહ્યું છે’.
શિવમ દુબે અને રુતુરાજની શાનદાર બેટિંગ
ચેન્નઈ તરફથી, સૌથી વધારે રન શિવમ દુબેએ બનાવ્યા હતા. તેણે ચાર છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 52 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તો રુતુરાજ ગાયકવાજે પણ 47 રન કર્યા હતા. જાડેજા અને મોઈને 23-23 રન બનાવ્યા હતા.
Read latestCricket NewsandGujarati News