IPLમાં ધોની ઈજાગ્રસ્ત હતો
ઉલ્લેખનીય છે કે ધોનીને IPLની મેચ દરમિયાન ઈન્જરી થઈ હતી. તેને પોતાના ઘૂંટણ પર પટ્ટી બાંધી હતી અને આખી સિઝન આ ઈજાગ્રસ્ત ઘૂંટણ સાથે રમી હતી. તેવામાં ધોનીની સ્પોર્ટ્સ મેન સ્પિરિટની પણ પ્રશંસા કરવામાં આવી રહી છે. વળી ફાઈનલ મેચ પૂરી થયા પછી હજુ ધોની પાસે 7થી 8 મહિનાનો સમયગાળો છે. જો આ દરમિયાન તેની ફિટનેસે સાથ આપ્યો તો ધોની આગામી સિઝનમાં અવશ્ય રમતો જોવા મળશે. તેવામાં હવે જ્યારે તેના ઘૂંટણનું સફળ ઓપરેશન થઈ ગયું છે તો આશા રાખવામાં આવી રહી છે કે તે 2024ની સિઝનમાં પણ રમતો જોવા મળી શકે છે.
ઈન્ડિયન સ્ટાર એથલિટ્સની સારવાર કરી ચૂક્યા છે
ડો.પારડીવાલાએ નીરજ ચોપરા, યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, સાઈના નહેવાલ, સુશીલ કુમાર, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓની સારવાર કરી છે. ડો.પારડીવાલા કોકિલાબેન હોસ્પિટલમાં ઓર્થોસ્કોપી ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર છે. તમને જણાવી દઈએ કે ડો.પારડીવાલાને ઓર્થોસ્કોપિક સર્જરીમાં લગભગ 23થી પણ વધારે વર્ષનો અનુભવ છે. આ ક્ષેત્રમાં તેમણે શાનદાર ફાળો આપ્યો હોવાથી સન્માનિત પણ કરવામાં આવ્યા છે. પારડીવાલા ભારતના સૌથી અનુભવી અને મોટા ઓર્થોપેડિક ડોક્ટર છે.
CSKએ પાંચમીવાર ટાઈટલ જીત્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ચેમ્પિયન બનીને ધોનીસેનાએ રેકોર્ડ નોંધાવી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતનારી બીજી ટીમ બની છે. આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. રસપ્રદ વાત એ રહી કે ગુજરાત ટાઈટન્સ સામે વિજયી ચોગ્ગો પણ ગુજરાતી ખેલાડી સૌરાષ્ટ્રના સ્ટાર રવિન્દ્ર જાડેજાએ જ ફટકાર્યો હતો. આ સાથે ગુજરાત ટાઈટન્સ સળંગ બીજી વખત ચેમ્પિયન બનવાથી વંચીત રહી ગયું હતું. આઈપીએલ 2023ની ફાઈનલ પણ અત્યંત દિલધડક અને રોમાંચક રહી હતી અને તેનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.