IPL 2023: CSKને હરાવીને ગુજરાત ટાઈટન્સે ઘર આંગણે જીતી પ્રથમ મેચ, છેલ્લી ઓવર સુધી જામી હતી જંગ
ધોનીના પગમાં પડી ગયો અરિજીત સિંહ
સેરેમની ખતમ થયા બાદ મેચ પ્રેઝન્ટેટર મંદિરા બેદીએ તમામ પર્ફોર્મરને સ્ટેજ પર આમંત્રિત કર્યા હતા. બાદમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીને બોલાવવામાં આવ્યો હતો. ધોની તમામને ભેટ્યો હતો અને વાત કરી હતી પરંતુ જ્યારે તે અરિજીત પાસે ગયો તો તે તરત જ તેના પગમાં પડી ગયો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અરિજીતે જે કર્યું તેના પરથી સ્પષ્ટ કહી શકાય કે બોલિવુડમાં પણ માહીના ફેન્સ છે.
ધોનીએ એન્જોય કર્યું અરિજીત સિંહનું પર્ફોર્મન્સ
અરિજીત સિંહનું જ્યારે પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું ત્યારે પણ સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. તેના સોન્ગને એન્જોય કરવા માટે ધોની પણ ડગઆઉટમાં આવી ગયો હતો. આ દરમિયાન કેમેરાનું ફોકસ તેના પર કરવામાં આવતાં આખું સ્ટેડિયમ ચીયર કરવા લાગ્યા હતું. આ પહેલા તેવી ચર્ચા હતી કે, ધોની ઓપનિંગ મેચ રમવાનો નથી, પરંતુ સીએસકેની જર્સીમાં તેને જોતા જ ફેન્સ પોતાની ખુશી પર કાબૂ રાખી શક્યા નહોતા.
IPL 2023: ગીત ગાઈ રહ્યો હતો અરિજીત સિંહ, ધોની પર ફોકસ થયો કેમેરો તો ઝૂમી ઉઠ્યા દર્શકો
LSG સાથે થશે ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર
મેચની વાત કરીએ તો, ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સે પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ધોનીની ટીમમાંથી ડેવોન કોન્વે અને રુતુરાજ ગાયકવાડે પહેલા ઈનિંગની શરૂઆત કરી હતી. ત્રીજી ઓવરમાં જ મહોમ્મદ શમીએ કોન્વેને બોલ્ડ કરીને ગુજરાતને પહેલી સફળતા અપાવી હતી. બીજી તરફ રુતુરાજે 50 બોલમાં 92 રન કર્યા હતા, જેમાં તેણે 9 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 20 ઓવરમાં 7 વિકેટ પર CSKએ 178 રન બનાવ્યા હતા. લક્ષ્ય પૂરું કરવા માટે મેદાનમાં ઉતરેલી GTની ટીમે 19.2 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 182 રન કર્યા હતા. IPL 2022 ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 4 એપ્રિલે રમશે જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર લખનઉ સુપર જાયન્ટ્સ સાથે 3 એપ્રિલે થશે.
Read latest Cricket News and Gujarati News