IPL 2023: દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓના બેટ ચોરનારો ઝડપાયો, કેપ્ટન વોર્નરે વ્યક્ત કરી ખુશી
ધોનીએ ‘કેચ ઓફ ધ મેચ’ એવોર્ડની કરી માગ
ધોનીએ કહ્યું હતું કે, શાનદાર મેચ લીધા બાદ પણ તેને એવોર્ડ મળતો નથી, એટલા માટે કારણ કે તે એક વિકેટકીપર છે પરંતુ કેચ સરળ હોતો નથી. તેણે આ સાથે જોડાયેલો એક સરપ્રદ કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે ‘ઘણા સમય પહેલા જ્યારે રાહુલ દ્રવિડ કીપિંગ કરતા હતા, ત્યારે પણ આવું જ થતું હતું. તમે તમારી કુશળતાથી આ રીતે કેચ લઈ શકો નહીં. તમારે ત્યાં અડગ રહેવું પડે છે’. તે ઘરડો થઈ રહ્યો હોવાની વાત સ્વીકારવામાં પણ સંકોચ રાખ્યો નહોતો અને માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકરની વાત છેડી હતી. આ દિગ્ગજની પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે ‘જ્યારે તમારી ઉંમર થઈ જાય છે ત્યારે તમે અનુભવી પણ થાવ છો, જ્યાં સુધી તમે સચિન પાજી નથી, તેમણે 16-17ની ઉંમરમાં રમવાનું શરૂ કર્યું હતું’.
SRHને હરાવ્યા બાદ ધોનીએ શું કહ્યું
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ચેન્નઈ સુપર કિંગ્સની મેચ ચેન્નઈમાં રમાઈ હતી, જેમાં વિરોધી ટીમને સાત વિકેટથી હરાવ્યા બાદ ધોનીએ કહ્યું હતું કે ‘આ વિશે તો હું શકું. ઘણીવાર કહી ચૂક્યો છું કે આ મારા કરિયરનો અંતિમ સમય છે. બે વર્ષ બાદ ફેન્સને અહીંયા આવીને જોવાની તક મળી છે. અહીંયા રમવાની મજા આવે છે. દર્શકોએ અમને ખૂબ પ્રેમ આપ્યો છે. બેટિંગની વધારે તક મળી રહી નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીંયા હું પહેલા ફીલ્ડિંગને લઈને ખચકાટ અનુભવી રહ્યો હતો કારણ કે મને લાગતું હતું કે વધારે ઝાકળ નહીં હોય. અમારા સ્પિનરોએ સારી બોલિંગ કરી હતી અને ખાસ કરીને પથિરાનાએ પણ’.
IPL: જાડેજા અને કોનવે ઝળક્યા, હૈદરાબાદ સામે ચેન્નઈનો આસાન વિજય
IPLમાં ધોનીએ બનાવ્યો રેકોર્ડ
SRH સામેની મેચ દરમિયાન ધોની IPLના અત્યારસુધીના ઈતિહાસમાં સૌથી વધારે કેચ લેનારો વિકેટકીપર બની ગયો છે. તેના નામ પર 208 કેચ છે, જ્યારે 207ના આંકડા સાથે ક્વિંટન ડી કોક બીજા તો દિનેશ કાર્તિક 205 કેચ સાથે ત્રીજા નંબર પર છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન ન કરી શક્યા કમાલ
સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા ઉતરેલા આ ટીમના ખેલાડીઓમાંથી કોઈએ પણ દમ દેખાડ્યો નહોતો. ટીમ માટે સૌથી વધારે રન અભિષેક શર્માએ કર્યા હતા અને તે 34 રનની ઈનિંગ રમ્યો હતો, જેમાં તેણે 26 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સિવાય રાહુલ ત્રિપાઠી 21 બોલમાં 21 રન બનાવી આઉટ થયો હતો, જેમાંથી એક સિક્સ અને એક ફોર સામેલ હતી. આ સિવાય હેરી બ્રૂકે 13 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 18 રન કર્યા હતા જ્યારે હેનરી ક્લાસે અને માર્કો જેનસનનો સ્કોર 17-17 રનનો હતો. ટીમ માટે એડન માર્કરામ માત્ર 12 રન કરી શક્યો હતો. હાર બાદ કેપ્ટને ઠીકરું બેટ્સમેન પર ફોડ્યું હતું અને કહ્યું હતું ‘હારવાનું ક્યારેય ગમતું નથી પરંતુ બેટ્સમેને નિરાશ કર્યા. અમે સારી ભાગીદારી કરી શક્યા નહીં. આ સમયે 130નો સ્કોર સારો ન કહેવાય. અમારે 160 રન કરવા જોઈતા હતા’.
Read latestCricket NewsandGujarati News