MS Dhoni: પોતાના જ શહેર રાંચીમાં રસ્તો ભૂલ્યો મહેન્દ્રસિંહ ધોની, રાહદારીએ આ રીતે કરી મદદ, વીડિયો વાઈરલ - watch video ms dhoni seeks help about direction from strangers in ranchi

MS Dhoni: પોતાના જ શહેર રાંચીમાં રસ્તો ભૂલ્યો મહેન્દ્રસિંહ ધોની, રાહદારીએ આ રીતે કરી મદદ, વીડિયો વાઈરલ – watch video ms dhoni seeks help about direction from strangers in ranchi


નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ત્રણ વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ત્યારબાદ પણ તેના ફેન્સનો ક્રેઝ ઓછો થયો નથી. તે કોઈકને કોઈક રીતે સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. પોતાની કેપ્ટન્સીમાં ભારતને ત્રણ આઈસીસી ટ્રોફી અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીનું લોકોના દિલમાંં કંઈક અલગ જ સ્થાન છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 દરમિયાન મહેન્દ્રસિંહ ધોની જે પણ સ્ટેડિયમમાં રમવા જતો હતો ત્યાં માત્ર તેના અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો જ ભરેલા હતા. હવે ક્રિકેટના મેદાનથી દૂર ધોની પોતાના હોમટાઉન રાંચીમાં છે.

રાંચીમાં રસ્તો ભૂલ્યો ધોની
મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં ભારતીય ટીમનો પૂર્વ વિકેટ કીપર બેટ્સમેન પસાર થતા લોકોને રસ્તો પૂછી રહ્યો છે. આમાં, પસાર થનાર રાહદારી તેને કહે છે કે, આગળના વળાંકમાં આવશે અને પછી રાંચી તરફ જશે. આ સાથે તેણે ચાહકોને સેલ્ફી આપી અને હાથ પણ મિલાવ્યો હતો. આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી શેર થઈ રહી છે.

આવતા વર્ષે આઈપીએલમાં રમશે માહી
મહેન્દ્રસિંહ ધોની આવતા વર્ષે પણ આઈપીએલમાં રમતો જોવા મળશે. તેની કેપ્ટન્સીમાં ચેન્નઈએ ગઈ સીઝનમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો. જોકે, હવે ધોની 42 વર્ષનો થઈ ગયો છે, પરંતુ તે હજી પણ રમી રહ્યો છે. ગઈ સીઝનમાં તે ઇજાગ્રસ્ત થયા પછી પણ રમ્યો હતો. તે સિઝનમાં તે ઘણી વખત ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમી રહ્યો હતો. આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે, તે હજી પણ રમવાનું ચાલું રાખશે. આવનારી આઈપીએલ 2024ની શરૂઆત માર્ચમાં થઈ શકે છે. એટલે કે માર્ચમાં ફરી એક વાર માહી મેદાન પર જોવા મળશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *