ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો - what made bcci appoint ms dhoni indias skipper former selector explains

ms dhoni, ધોનીમાં શું જોઈને બનાવવામાં આવ્યો હતો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? ભૂતપૂર્વ પસંદગીકારે કર્યો ખુલાસો – what made bcci appoint ms dhoni indias skipper former selector explains


2007ના વન-ડે વર્લ્ડ કપ ટીમના કંગાળ પ્રદર્શનના થોડા મહિના બાદ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે ભારતીય ટીમમાં યુવરાજ સિંહની સાથે હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગ જેવા અનુભવી ખેલાડીઓ હતા. તેમ છતાં તે વખતે ટીમમાં નવા-નવા આવેલા વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને વ્હાઈટ બોલ ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. કેપ્ટન તરીકે ધોનીની પ્રથમ ટુર્નામેન્ટ ટી29 વર્લ્ડ કપ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ત્યારે મોટા ભાગે નવોદિત ખેલાડીઓથી ભરેલી ભારતીય ટીમને ચેમ્પિયન બનાવી હતી. ભારતે 24 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહ્યું હતું. ત્યારબાદ ધોનીએ પાછળ વળીને જોયું નથી અને તે વિશ્વના મહાન કેપ્ટનમાં સામેલ થઈ ગયો છે.

ધોનીને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યો?
તે સમયે મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કેમ મળી? તેનો ખુલાસો ભૂતપૂર્વ પસંદગીકાર ભૂપિન્દર સિંહ સિનિયરે કર્યો છે. એક અંગ્રેજી દૈનિકને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, ટીમમાં ઓટોમેટિક ચોઈસ હોવા ઉપરાંત તમે ખેલાડીના ક્રિકેટ કૌશલ્ય, બોડી લેંગ્વેજ, ફ્રન્ટથી લીડ કરવાની ક્ષમતા અને મેન મેનેજમેન્ટ સ્કીલ્સ પર ધ્યાન આપો છો. અમે રમત પ્રત્યે ધોનીનું વલણ તેમજ તેની બોડી લેંગ્વેજ અને તે અન્ય લોકો સાથે કેવી રીતે વાતચીત કરે છે તે જોયું હતું. અમને તેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

ધોનીની આગેવાનીમાં ભારતે ત્રણ ICC ટ્રોફી જીતી
ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ત્રણ વખત ICC ટ્રોફી જીતી હતી. 2007માં ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમે ધોનીની કેપ્ટનશિપમાં 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ભારતે 2013ની ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. પરંતુ ત્યારપછી ટીમ એક વખત પણ આઈસીસી ટાઈટલ જીતી શકી નથી.

ચાર ફાઈનલમાં હારી છે ટીમ ઈન્ડિયા
2013થી ભારતીય ટીમ ચાર વખત ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં હારી ચૂકી છે. આમાં ધોની એકમાં કેપ્ટન હતો. સુકાની પદ છોડ્યા બાદ વિરાટ કોહલી કેપ્ટન બન્યો હતો. તેમની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2017 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021ની ફાઈનલમાં હારી ગઈ હતી. જ્યારે તાજેતરમાં જ રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હારી ગઈ હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *