સંન્યાસ અંગે કરી વાત

MS Dhoniએ આપ્યા IPLમાંથી સંન્યાસના સંકેત, દર્શકો સામે જ કરી દીધો મોટો ખુલાસો – ipl 2023 ms dhoni said last phase of my carrer hints abourt his retirement


નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સે ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં સનરાઈઝ હૈદરાબાદ પર સાત વિકેટે જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના ડ્રીમ રન જારી રાખ્યા હતા. આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને ડેવોન કોનવેએ જબરજસ્ત બેટિંગ કરી હતી અને તમામ લાઈમલાઈટ્સ લૂંટી લીધા હતા. આ જીતનો અર્થ થાય છે કે, સીએસકે આઈપીએલની આ સિઝનમાં ચાર મેચ જીતનારી ત્રીજી ટીમ બની છે અને તેના પોઈન્ટ ટેબલમાં આઠ આંક છે. ચેન્નઈ સુપર કિંગ્સ હવે ટૂર્નામેન્ટમાં પોતાની ત્રણ ડોમેસ્ટિક મેચમાં પ્રત્યેકમાં જીત હાંસલ કરી છે. ચેપોક પર જીત બાદ ધોનીએ પોતાના સંન્યાસની લઈને મોટી વાત કરી હતી.

સંન્યાસ અંગે કરી વાત

મેચ બાદ એમએસ ધોનીએ એક મજેદાર વાતચીતમાં હર્ષા ભોગલે સાથે અલગ અલગ ટોપિક પર વાતચીત કરી હતી. જેમાંથી પોતાના રિટારમેન્ટને લઈને પણ ધોનીએ એક મહત્વનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન આપ્યા બાદ ધોનીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. ચેન્નઈમાં દર્શકોના મળેલાં પ્રેમથી ખુશ થઈને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, બે વર્ષ બાદ અહીં દર્શકોને મેદાનમાં આવીને મેચ જોવાની તક મળી છે અને તેમની સામે રમવું એ ખાસ હોય છે. ધોનીએ કહ્યું કે, વધું શું કહું. હવે બધું જ કરી ચૂક્યો છું. આ મારા કરિયરનો અંતિમ પડાવ છે. અહીં રમવાનું ખૂબ જ સારુ લાગ્યું. દર્શકોએ ખૂબ જ પ્રેમ અને સ્નેહ આપ્યો છે.

ધોનીના ફેન્સને લાગી શકે છે ઝટકો

 ધોનીના ફેન્સને લાગી શકે છે ઝટકો

મહેન્દ્ર સિંહ ધોનીએ આગળ વાત કરતા કહ્યું કે, બેટિંગમાં વધારે પડતી તક મળી રહી નથી, પરંતુ કોઈ ફરિયાદ નથી. અહીં હું પહેલાં ફિલ્ડીંગને લઈને સંકોચ અનુભવતો હતો. અમારા સ્પિનરોએ ખૂબ જ સારી બોલિંગ કરી અને ફાસ્ટ બોલરો ખાસ કરીને પથિરાનાએ પણ સારી બોલિંગ કરી હતી. આવું કહીને ધોનીએ પોતાના પ્લેયર્સનો ઉત્સાહ પણ વધાર્યો હતો. જો કે, આ દરમિયાન ધોનીએ પોતાના સંન્યાસને લઈને પણ મહત્વની વાત કરી હતી. જે બાદ ધોનીના ફેન્સને મોટો ઝટકો લાગી શકે છે.

મને બેસ્ટ કેચનો એવોર્ડ ન મળ્યો

મને બેસ્ટ કેચનો એવોર્ડ ન મળ્યો

તો ધોનીએ વિકેટ પાછળથી જબરજસ્ત કેચ પકડવા મુદ્દે કહ્યું કે, તેઓએ મને બેસ્ટ કેચનો એવોર્ડ આપ્યો નહીં. હસતા હસતા ધોનીએ કહ્યું કે, મને લાગે છે કે, આ એક શાનદાર કેચ છે. મને હજુ પણ એક મેચ યાદ છે કે, રાહુલ દ્રવિડ કિપીંગ કરી રહ્યા હતા અને તેઓએ આવો જ એક કેચ પકડ્યો હતો. તમે ગમે તેટલાં વૃદ્ધ કેમ ન બની જાઓ પણ એનાથી દૂર થઈ શકો નહીં.

રવિન્દ્ર જાડેજાએ લીધી ત્રણ વિકેટ

રવિન્દ્ર જાડેજાએ લીધી ત્રણ વિકેટ

મહત્વનું છે કે, રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં માત્ર 22 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. આ રીતે ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝ હૈદરાબાદને 134 રનના સ્કોર પર જ રોકી દીધી હતી. જવાબમાં ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડે 87 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અજિંક્ય રહાણે અને અંબાતી રાયડૂ ખાસ ઉકાળી શક્યા નહોતા. ડેવોન કોનવેએ 57 બોલમાં 77 રનની ઈનિંગ રમી હતી અને સુનિશ્ચિત કર્યુ કે સીએસકે 8 બોલ બાકી રહેતા આ મેચ જીતી લે.

ચેન્નઈ 8 આંક સાથે ત્રીજા નંબરે

-8-

આ જીતની સાથો સાથ ચેન્નઈ 6 મેચોમાં આઠ અંક મેળવીને ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટસના પણ છ મેચોમાં આઠ આંક છે. પરંતુ ખૂબ જ સારા રનરેટના કારણે તેઓ પહેલાં અને બીજા સ્થાને છે. સનરાઈઝ હૈદરાબાદ છ મેચોમાં ચાર આંક મેળવીને 10 ટીમોમાં નવા નંબરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *