ભારત તરફથી ઓપનિંગ જોડીએ સારી શરુઆત કરી હતી પરંતુ રોહિત શર્મા 15 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો હતો. કેએલ રાહુલે ટીમમાં સૌથી વધારે 57 રન બનાવ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવે 33 બોલમાં 4 છગ્ગા અને 1 છગ્ગા સાથે 50 રન બનાવ્યા હતા. આ સિવાય કોહલી 19, દિનેશ કાર્તિકે 20, અક્ષર અને અશ્વિન 6-6 તથા હાર્દિક પંડ્યા 2 રનનું યોગદાન આપી શક્યા હતા.
મોહમ્મદ શમીએ 3, ભૂવનેશ્વર કુમારે 2 અને અર્શદીપ તથા હર્ષલ પટેલે 1-1 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, રવિચંદ્રન અશ્વિનને એકપણ સફળતા નહોતી મળી. ઓસ્ટ્રેલિયા તરફથી કેન રિચર્ડશને ધારદાર બોલિંગ કરીને ચાર વિકેટ લીધી હતી, જેણે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક અને અશ્વિનની વિકેટો લીધી હતી. જ્યારે મેક્સવેલ અને અગરે 1-1 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમીનો તરખાટ
જસપ્રીત બુમરાહની જગ્યાએ ટીમમાં આવેલા અનુભવી મોહમ્મદ શમીએ આખી મેચમાં રાહ જોયા બાદ તેના હાથમાં અંતિમ ઓવરમાં બોલ આવ્યો હતો. આ સમયે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 11 રનની જરુર હતી જેમાં પહેલા બે બોલમાં પેટ કમિન્શને 2-2 રન લઈને સારી શરુઆત કરી હતી, પરંતુ આ પછી તે કોહલીના હાથે કેચ આઉટ થયો હતો અને આશટોન અગર રન આઉટ થયો અને જોશ ઈંગ્લિશ તથા કેન રિચર્ડશનને શમીએ બોલ્ડ કર્યા હતા. આમ ઓસ્ટ્રેલિયા સામે ભારતે 6 રનથી વિજય મેળવ્યો હતો.