marnus labuschagne sleeping in dressing room, માર્નસ લાબુશેન ચાલુ મેચમાં ઊંઘી ગયો, સિરાજે તેની ઊંઘ બગાડી; તાત્કાલિક બેટિંગ કરવા આવવું પડ્યું - marnus labuschagne caught sleeping in dressing room

marnus labuschagne sleeping in dressing room, માર્નસ લાબુશેન ચાલુ મેચમાં ઊંઘી ગયો, સિરાજે તેની ઊંઘ બગાડી; તાત્કાલિક બેટિંગ કરવા આવવું પડ્યું – marnus labuschagne caught sleeping in dressing room


લંડનઃ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચના ત્રીજા દિવસે પોતાની બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાને 123 રન કર્યા છે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 469 રન કર્યા છે, જેના જવાબમાં ભારતની ઈનિંગ 296 રનમાં પૂરી થઈ ગઈ હતી. આ દિવસની ગેમ પૂરી થયા પછી માર્નસ લાબુશેન 41 અને કેમરોન ગ્રીન 7 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેવામાં ભારત કરતા ઓસ્ટ્રેલિયા 296 રન આગળ ચાલી રહી છે. નોંધનીય છે કે બીજી ઈનિંગમાં એક રમૂજી ઘટના સામે આવી હતી. જ્યારે માર્નસ લાબુશેન જોરદાર ઊંઘમાં હતો. ત્યારે અચાનક જ પહેલી વિકેટ પડી જતા તેને અફરાતફરીમાં ઉઠવું પડ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

લાબુશેન ડ્રેસિંગ રૂમમાં ઊંઘી ગયો
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમને 296 રનમાં ઓલઆઉટ કર્યા પછી ઓસ્ટ્રેલિયા પહેલાથી જ 173 રનથી આગળ હતું. બીજી ઈનિંગમાં ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરે ફરી એકવાર ઈનિંગ સંભાળી લીધી હતી. માર્નસ લાબુશેન ત્રીજા નંબર પર પોતાની બેટિંગની રાહ જોઈ રહ્યો હતો. તે પેડ પહેરી ડ્રેસિંગ રૂમમાં ઊંઘી રહ્યો હતો. કેમેરામેન પણ આ જોઈ દંગ રહી ગયો અને તેના પર ફોકસ કરી દીધું હતું. આ દરમિયાન કોમેન્ટ્રી બોક્સમાં ગાંગુલી અને હરભજન પણ આ ઊંઘી રહ્યો છે એની વાત કરી રહ્યા હતા. તેવામાં અચાનક સિરાજે વોર્નરને આઉટ કરી દેતા જોવાજેવીી થઈ હતી.

માર્નસ લાબુશેનની ઊંઘ ઉડી ગઈ
મોહમ્મદ સિરાજે વોર્નરને પેવેલિયન ભેગો કરી દેતા લાબુશેનની ઊંઘ ઉડી ગઈ હતી. તે ઉઠ્યો અને તાત્કાલિક બેટ લઈ મેદાનમાં ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન તેના ચહેરા પરના હાવભાવ જોવાજેવા હતા. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં 4 વિકેટના નુકસાને 120 રન કર્યા છે. તેવામાં હવે આ મેચમાં ઈન્ડિયન ટીમ બેકફૂટ છે. ચોથા દિવસે ભારતીય બોલર્સે શાનદાર બોલિંગ કરી 6 વિકેટ ઝડપી લેવી પડશે. જો આમ ન થયું તો આ મેચ સરળતાથી ઓસ્ટ્રેલિયન બોલર્સ પોતાને નામ કરાવી દેશે. કારણ કે પેસ સામે પહેલાથી જ ઈન્ડિયન બેટ્સમેન મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ઊંઘથી ઉઠીને આવ્યો અને બોલ વાગ્યા
માર્નસ લાબુશેન ઊંઘમાંથી ઉઠીને બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન 2 વાર એવું થયું જ્યારે લાબુશેનના શરીર પર બોલ વાગ્યો હતો. ઈન્ડિયન બોલર્સની શાનદાર બોલિંગના કારણે લાબુશેનની ઊંઘ ઉડી ગઈ હતી. ત્યારપછી ઉમેશ યાદવે ઉસ્માન ખ્વાજાને પેવેલિયન ભેગો કરી દીધો હતો. સ્ટીવ સ્મિથ પણ લોફ્ટેડ શોટ રમવા જતા પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *